Global Market: ગ્લોબલ બજારોથી નબળા સંકેતો, એશિયા પર દબાણ, GIFT NIFTY પણ નીચે | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ બજારોથી નબળા સંકેતો, એશિયા પર દબાણ, GIFT NIFTY પણ નીચે

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY માં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે, નિક્કેઈ 1.25 ટકાના ઘટાડાની સાથે 30,609.48 ની આસપાસ દેખાય રહ્યા છે.

અપડેટેડ 08:40:29 AM Oct 30, 2023 પર
Story continues below Advertisement
એશિયા પર દબાણ દેખાય રહ્યુ છે. જ્યારે GIFT NIFTY પણ નીચે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે.

ગ્લોબલ બજારોથી નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયા પર દબાણ દેખાય રહ્યુ છે. જ્યારે GIFT NIFTY પણ નીચે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. શુક્રવારે અમેરિકી બજારમાં નોંધાયો મોટો ઘટાડો જોવા મળ્યો. ડાઓ જોન્સ 350 પોઇન્ટ્સથી વધારે તૂટ્યો.

શુક્રવારે અમેરિકી બજાર દબાણ સાથે બંધ થયા, જ્યાં ડાઓમાં સૌથી વધારે 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, તો S&P 500માં અડધા ટકાથી વધુની નરમાશ રહી, પણ એમેઝોનના સારા પરિણામના કારણે નાસ્ડેકમાં પા ટકાથી વધુની તેજી સાથેનું ક્લોઝિંગ રહ્યું, ફેડની બેઠક પહેલા US માર્કેટમાં નરમાશ રહી, તો આ સપ્તાહે બજારની નજર 3 સેન્ટ્ર બેન્કોના પૉલિસી નિર્ણય પર રહેશે.

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY માં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે, નિક્કેઈ 1.25 ટકાના ઘટાડાની સાથે 30,609.48 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.06 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.05 ટકા મામૂલી ઘટીને 16,127.18 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.53 ટકાના ઘટાડાની સાથે 17,307.06 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.29 ટકા ઉછળીને 2,309.42 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 10.65 અંક એટલે કે 0.35 ટકા લપસીને 3,007.13 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Oct 30, 2023 8:32 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.