Global Market: ગ્લોબલ બજારની મિશ્ર કરોબાર, એશિયન બજારમાં મામુલી તેજી | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ બજારની મિશ્ર કરોબાર, એશિયન બજારમાં મામુલી તેજી

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 7.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.07 અંકના ઘટાડાની સાથે 33,562.41 ની આસપાસ દેખાય રહ્યા છે.

અપડેટેડ 08:49:39 AM Nov 20, 2023 પર
Story continues below Advertisement
શુક્રવારે USના માર્કેટ મામુલી ઉછાળા સાથે બંધ થયા હતા. US માર્કેટમાં સતત ત્રીજા સપ્તાહ તેજી જોવા મળી.

ગ્લોબલ બજારની મિશ્ર કરોબાર જોવાને મળી રહ્યો છે. એશિયન બજારમાં મામુલી તેજી જોવાને મળી રહી છે. ગિફ્ટ નિફ્ટી અને ડાઓ ફ્યુચર્સ પણ ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. શુક્રવારે અમેરિકાના બજાર પણ મામુલી ઉછાળા સાથે થયા હતા બંધ.

શુક્રવારે USના માર્કેટ મામુલી ઉછાળા સાથે બંધ થયા હતા. US માર્કેટમાં સતત ત્રીજા સપ્તાહ તેજી જોવા મળી. ડાઓ ફ્લેટ ટુ પોઝિટીવ બંધ થયા. nasdaq 11 પોઈન્ટ તો S&P 500 5 પોઈન્ટ વધીને બંધ થયા હતા. છેલ્લા સપ્તાહ S&P 500ના બધા જ ઈન્ડેક્સમાં તેજી જોવા મળી. લીડ રોલમાં સેમીકન્ડક્ટર સેક્ટર રહ્યા. પણ હવે USમાં પણ RESULTS સિઝન પૂરી થવા આવી. જેમાં S&P500ના 94% કંપનીના પરિણામ જાહેર થઈ ગયા છે. 82% કંપનીઓના EPS અનુમાનથી સારા રહ્યા તો 62% કંપનીઓની આવક અનુમાનથી સારા રહયા.

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 7.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.07 અંકના ઘટાડાની સાથે 33,562.41 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.48 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.22 ટકા ઘટીને 17,170.26 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.98 ટકાના વધારાની સાથે 17,626.52 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.80 ટકા વધીને 2,489.65 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 1.78 અંક એટલે કે 0.06 ટકા ઉછળીને 3,056.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Nov 20, 2023 8:37 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.