Adani Total Gas એ ઘટાડ્યા CNG અને PNG ના ભાવ, પ્રાઈઝિંગના નવા ફૉર્મૂલાની બાદ લેવામાં આવ્યો નિર્ણય - Adani Total Gas has reduced CNG and PNG prices, following a new pricing formula | Moneycontrol Gujarati
Get App

Adani Total Gas એ ઘટાડ્યા CNG અને PNG ના ભાવ, પ્રાઈઝિંગના નવા ફૉર્મૂલાની બાદ લેવામાં આવ્યો નિર્ણય

સીએનજીના ભાવમાં 8.13 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ઘરેલૂ પાઈપ રસોઈ ગેસના ભાવમાં 5.06 રૂપિયા પ્રતિ યૂનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) અદાણી ગ્રુપ (Adani Group) અને ફ્રાંસની દિગ્ગજ કંપની ટોટલ એનર્જી (Total Energies) ના સિટી ગેસ જોઈન્ટ વેંચર છે.

અપડેટેડ 05:47:54 PM Apr 08, 2023 પર
Story continues below Advertisement
આજે શનિવારના CNG અને PNG ની કિંમતોમાં કપાતની જાહેરાત કરી છે. સીએનજીના ભાવમાં 8.13 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ઘરેલૂ પાઈપ રસોઈ ગેસના ભાવમાં 5.06 રૂપિયા પ્રતિ SCM સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અદાણી ગ્રુપ (Adani Group) ની કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ (Adani Total Gas) એ આજે શનિવારના CNG અને PNG ની કિંમતોમાં કપાતની જાહેરાત કરી છે. સીએનજીના ભાવમાં 8.13 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ઘરેલૂ પાઈપ રસોઈ ગેસના ભાવમાં 5.06 રૂપિયા પ્રતિ SCM સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) અદાણી ગ્રુપ અને ફ્રાંસની દિગ્ગજ કંપની ટોટલ એનર્જી (Total Energis) ના સિટી ગેસ જોઈન્ટ વેંચર છે.

સરકારે હાલમાં નેચરલ ગેસની કિંમત નક્કી કરવાના નવા ફૉર્મૂલાને મંજૂરી આપી છે. તેની હેઠળ સીએનજી અને પીએનજીની કિંમતોના એક દાયરામાં રાખવા માટે સીમા નક્કી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયની બાદ જ અદાણી ટોટલ ગેસે ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે. નેચરલ ગેસને મોટર વાહન ચલાવા માટે સીએનજીમાં જ્યારે જમવાનું બનાવા માટે ઘેરલૂ રસોઈ ગેસમાં બદલી જાય છે.

અદાણી ટોટલ ગેસનું બયાન


અદાણી ટોટલ ગેસે કહ્યુ કે તેને પ્રાકૃતિક ગેસની ઘટેલી કિંમતોનો લાભ ઉપભોક્તાઓને આપવા નિર્ણય લીધો છે. તેને કહ્યુ, "અદાણી ટોટલ ગેસ લિમિટેડ ભારત સરકારના આ એતિહાસિક નિર્ણયના સ્વાગત કરે છે."

આ 3 શેર એક મહીનામાં તમારી કિસ્મત ચમકી શકે છે, શું તમારી પાસે છે અમિત સેઠના પસંદગીના સ્ટૉક્સ

આ શહેરોમાં ઘટવામાં આવશે ભાવ

કંપનીના એક બયાનમાં કહ્યુ કે પાઈપ રસોઈ ગેસ એટલે કે પીએનજીના ભાવ વડોદરા, અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ઘટાડવામાં આવ્યા છે. તેની સાથે જ, ઉત્તર પ્રદેશના ખુર્જા અને હરિયાણાના ફરીદાબાદ અને પલવલમાં પીએનજીની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કુલ મળીને સીએનજીના ભાવ 21 શહેરોમાં ઘટાડવામાં આવ્યા છે.

આ લિસ્ટમાં ગુજરાતના વડોદરાથી લઈને તમિલનાડુના કુડ્ડાલોર, રાજસ્થાનના ઉદયપુર અને મધ્ય પ્રદેશના ભિંડ સુધી સામેલ છે. અદાણી ટોટલ ગેસે કહ્યુ કે તેને નેચરલ ગેસની કિંમત 8.57 ડૉલર પ્રતિ mmBtu થી ઘટાડીને 6.5 ડૉલર કરવાનો નિર્ણય કર્યો છે.

શનિવારથી અદાણી ટોટલ ગેસે સીએનજીની કિંમતમાં 8.13 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પીએનજીની કિંમતમાં 5.06 રૂપિયા SCM સુધીનો ઘટાડો કર્યો છે. આ કપાતની બાદ PNG (કરોને છોડીને) ને કિંમત હવે 51.90 રૂપિયાથી ઘટીને 46.84 રૂપિયા પ્રતિ SCM થઈ જશે. અમદાવાદની વાત કરીએ તો અહીં તેની કિંમત 53.90 રૂપિયાથી ઘટીને હવે 49.83 રૂપિયા પ્રતિ SCM થશે.

વડોદરામાં હવે CNG ની કિંમત 72.03 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને અમદાવાદમાં 73.29 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહેશે, જો પહેલા 79.33 રૂપિયા અને 79.34 રૂપિયા હતી.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 08, 2023 5:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.