3-6 મહિના બાદ યુદ્ધની વૈશ્વિક અસર દેખાશે, ભારતીય બજારમાં પરિણામને કારણે ઉતાર ચઢાવ દેખાયા: પ્રકાશ દિવાન | Moneycontrol Gujarati
Get App

3-6 મહિના બાદ યુદ્ધની વૈશ્વિક અસર દેખાશે, ભારતીય બજારમાં પરિણામને કારણે ઉતાર ચઢાવ દેખાયા: પ્રકાશ દિવાન

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું પ્રકાશદિવાન.comના ઇન્વેસ્ટમેન્ટ ઇવેન્જલિસ્ટ પ્રકાશ દિવાન પાસેથી.

અપડેટેડ 03:24:49 PM Oct 18, 2023 પર
Story continues below Advertisement
પ્રકાશ દિવાનનું માનવું છે કે IT કંપનીઓના પરિણામ સારા પણ ગાઈડન્સમાં ઘટાડો જોવા મળ્યો.

પ્રકાશ દિવાનનું કહેવુ છે કે ઈઝરાયેલ-હમાસના યુદ્ધની સ્થિતિ ઘણી અનિશ્ચિત છે. યુદ્ધની અસર શિપિંગ અને લોજીસ્ટીક્સ કંપની પર પડશે. 3-6 મહિના બાદ યુદ્ધની વૈશ્વિક અસર દેખાશે. ભારતીય બજારમાં પરિણામને કારણે ઉતાર ચઢાવ દેખાયા.

પ્રકાશ દિવાનના મતે USમાં વ્યાજદર ઉપરના સ્તરે સ્થિર રહેશે. ચીનમાં હાલમાં સરકારે સ્ટીમ્યુલસ આપ્યું છે. FIIsની વેચવાલીનું આ પણ એક કારણ છે. ઘણી કંપનીઓના ફંડામેન્ટલમાં કોઈ ફેરફાર નથી થયો. પરંતુ સેન્ટિમેન્ટના કારણે તેમાં ઘટાડો જોવા મળ્યો છે.

L&T ના પરિણામ રહ્યા સારા, બ્રોકરેજ ફર્મોથી જાણીએ સ્ટૉકમાં કેવી રીતે બનશે રોકાણકારોના પૈસા


પ્રકાશ દિવાનનું માનવું છે કે IT કંપનીઓના પરિણામ સારા પણ ગાઈડન્સમાં ઘટાડો જોવા મળ્યો. ITમાં હવે ભરતી AIના આધારે થાય છે. ITમાં મંદીની અપેક્ષા છે તે ખોટી પડી શકે છે.

પ્રકાશ દિવાનના મુજબ કેપિટલ ગુડ્ઝ સેક્ટરમાં મિડકેપ કંપનીઓમાં રોકાણ કરી શકાય. સ્પેશ ટેક્નોલોજીમાં કામ કરતી કંપનીઓમાં રોકાણ કરી શકાય. રિન્યુએબલ એનર્જીમાં પણ રોકાણ કરી શકાય છે. હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓમાં પણ રોકાણ કરી શકાય છે.

Polycab Q2: વર્ષના આધાર પર પોલીકેબનો નફો 59% વધીને ₹430 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 18, 2023 3:24 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.