પહેલા ક્વાર્ટરના પરિણામ સરકારી અને પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ માટે કઈ પ્રકારે આવે છે. આ જે પરિણામો આવ્યા બાદ અને વ્યાજદરોનું એક્શન પણ પૂરૂ થઈ ગયું છે. તો આ બાદની સ્થિતિ તેમની પાસે કેટલું માર્જિન, કેટવલું વિન્ડો બેચેથે તેના પર નજર કરીશું. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને Buoyant કેપિટલના વિરલ બેરાવાલા પાસેથી.
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે મોટી પીએયૂ બેન્કો અને મોટાભાગની ખાનગી બેન્કો માટે ક્વાર્ટર દર ક્વાર્ટર એનઆઈએમમાં દબાણ રહ્યું છે. 5 bps - 35 bps વચ્ચેની રેન્જમાં ઘટાડો નોંધાયો છે. કોસ્ટ ઓફ ફન્ડ બેન્કો માટે મોટો મુદ્દો રહ્યો છે. એનપીએ અને અસેટ્સ ક્વાલિટીમાં સુધારો નોંધાયો છે.
ક્વાર્ટર દર ક્વાર્ટર ધોરણે કોર ઓપર્ટિંગ ગ્રોથમાં દબાણ રહ્યું છે. સિઝનને બાદ કરતાં એસેટની ગુણવત્તા સ્થિરતા રહી છે. નવી એનપીએમાં સુધારો જોવા મળ્યો છે. બેલેન્સશીટમાં સતત સુધારો જોવા મળ્યો છે. એનઆઈએમ અંદાજ કરતાં વધુ નબળા રહ્યા છે. સીએએસએ રશિયો નીચલા સ્તર પર નોંધાયા છે. બેન્કોનું ફન્ડિંગ ખર્ચ વધવાથી ડિપોઝિટ ટ્રેક્શન પર અસર જોવા મળી છે.
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના શેર્સ -
Axis Bank -
આ બેન્કમાં અસેટ ક્વાલીટી સારી સ્ટેબલ છે. આ બેન્કમાં અન્ય ઈનકમ ખૂબ સારી જોવા મળી રહી છે. આ શેરમાં 1100 રૂપિયાના લક્ષ્ય માટે 800 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ICICI Bank -
આ બેન્કમાં વર્ષ દર વર્ષ 40 ટકા વ્યાજ દર વધી રહ્યા છે. આ બેન્કમાં સારી ખાસી તેજી વધી રહી છે. આ શેરમાં 1100 રૂપિયાના લક્ષ્ય માટે 800 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
Buoyant કેપિટલના વિરલ બેરાવાલાનું કહેવું છે કે બેન્કમાં ક્રેડિટ ગ્રોથ સારી જોવા મળી છે. નવા એનપીએ સિસ્ટમમાં બનાવે છે તે ખૂબ ઉચા છે. કોઈએ પમ ક્રેડિટ કૉસ્ટમાં વધારો નથી જોયો. બેન્કોને 10 ટકા વધારાના ICRR રાખવા આદેશ આપ્યો છે. 12 ઓગસ્ટથી 10 ટકા ઈન્ક્રિમેન્ટલ CRR મેઈન્ટેઈન રાખવું પડશે. હોમ લોન પર આરબીઆઈ કડક, બેન્કોને આદેશ આપ્યા છે. દર વધારવા પર સમય અથવા ઈએમઆઈ વધારવાનો વિકલ્પ આપવો જરૂરી છે.