Bata share price: બાટા ભારતીય બજારમાં ભાગીદારી માટે જર્મન સ્પોર્ટસવેર બનાવા વાળી કંપની એડિડાસ સાથે કરી વાતચીત | Moneycontrol Gujarati
Get App

Bata share price: બાટા ભારતીય બજારમાં ભાગીદારી માટે જર્મન સ્પોર્ટસવેર બનાવા વાળી કંપની એડિડાસ સાથે કરી વાતચીત

Bata share price: બાટા ઈન્ડિયાએ 9 ઓગસ્ટે નાણાકીય વર્ષ 2023-24ના પહલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. 30 જૂન, 2023એ સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 10.3 ટકા ઘટીને 106.8 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે, પાછલા નાણાકીય વર્ષના પહલા ક્વાર્ટરમાં કંપનીને 119.3 કરોડ રૂપિયાનો નફો થયો હતો. 30 જૂન, 2023એ પૂરા થયેલા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાની આવક વર્ષના આધાર પર 1.6 ટકા વધીને 958.1 કરોડ રૂપિયા પર રહી છે.

અપડેટેડ 02:51:58 PM Aug 17, 2023 પર
Story continues below Advertisement

Bata Share Price: ફુટવેર બવાના વાળી દેશની દિગ્ગજ કંપની બાટા ઈન્ડિયા (Bata India) ભારતીય બજારમાં ભાગીદારી માટે જર્મન સ્પોર્ટસવિયર બનાવા વાળી કંપની એડિડાસ (Adidas)ની સાથે વાતચીત કરી રહી છે. સીએનબીસી ટીવી18એ 17 ઑગસ્ટે સૂત્રોના હવાલાથી જાણકારી આપી છે. સીએનબીસી ટીવી18એ સૂત્રોના હવાલાથી કહ્યું કે વાતચીત ઘણી આગળ વધી ગઈ છે. આ વખતે થવા વાળી ફાઈનલ ડીલના રૂપરખા પર કામ ચલાવી રહી છે.

જણાવી દઈએ કે બાટા ઈન્ડિયાએ 9 ઓગસ્ટે નાણાકીય વર્ષ 2023-24ના પહલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. 30 જૂન, 2023એ સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 10.3 ટકા ઘટીને 106.8 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે, પાછલા નાણાકીય વર્ષના પહલા ક્વાર્ટરમાં કંપનીને 119.3 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

30 જૂન, 2023એ પૂરા થયેલા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાની આવક વર્ષના આધાર પર 1.6 ટકા વધીને 958.1 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે ગયા નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 943 કરોડ રૂપિયા પર રહી હતી.


એચબીએલ પાવરનો શેર 7 ટકા વધીને રેકોર્ડ હાઈ પર, જાણો આ પ્રોજેક્ટ્સમાં શું છે ખાસ વાત જેના કારણે શેર બન્યો રોકેટ

બાટા ઈન્ડિયાના શેરો પર નજર કરે તો એનએસી પર 2.40 વાગ્યા બપોરે આસપાસ આ શેર 98.40 રૂપિયા અટેલે કે 6.03 ટકાના વધારા સાથે 1745.85 રૂપિયા પર જોવા મળી રહ્યો છે. આજે તેના દિવસના હાઈ 1721.45 રૂપિયાનો અને દિવસના લો 1636.25 રૂપિયા છે. સ્ટૉકનો 52 વીક હાઈ 1989 રૂપિયાનો છે જ્યારે 52 વીક લો 1381.05 રૂપિયાનો છે. સ્ટૉકનું ટ્રેડિંગ વૉલ્યૂમ 828571 શેરના આસપાસ છે. કંપનીના માર્કેટ કેપ 22133 કરોડ રૂપિયા છે. સ્ટૉક આજે 1640.10 રૂપિયા પર ખુલ્યો હતો જ્યારે ગઈ કાલે તે 1647.15 રૂપિયા પર બંધ થયો હતો.

છેલ્લા 1 સપ્તાહમાં બાટા ઈન્ડિયા 4.84 ટકા વધ્યો

છેલ્લા 1 સપ્તાહમાં બાટા ઈન્ડિયા 4.84 ટકા વધ્યો છે. જ્યારે, 1 મહિનામાં આ સ્ટૉકે 1.97 ટકા રિટર્ન આપ્યો છે. જ્યારે છેલ્લા 3 મહિનામાં આ સ્ટૉકે 12.98 ટકા રિટર્ન આપ્યો છે. આ વર્ષ અત્યાર સુધી સ્ટૉકમાં 5.41 ટકાની તેજી આવી છે. જ્યારે છેલ્લા 1 વર્ષમાં શેરમાં 10.44 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે 3 વર્ષ આ શેરો 39.76 ટકા રિટર્ન આપ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 17, 2023 2:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.