Closing Bell – નિફ્ટી 23,900 ની આસપાસ, સેન્સેક્સ 374 પોઈન્ટ ઘટ્યો; ઓટો, આઈટીને સૌથી વધુ ફ્ટકો પડ્યો | Moneycontrol Gujarati
Get App

Closing Bell – નિફ્ટી 23,900 ની આસપાસ, સેન્સેક્સ 374 પોઈન્ટ ઘટ્યો; ઓટો, આઈટીને સૌથી વધુ ફ્ટકો પડ્યો

દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, બજાજ ઑટો, મારૂતી સુઝુકી, એમએન્ડએમ, એશિયન પેંટ્સ, અપોલો હોસ્પિટલ, ઈન્ડિગો, ટીસીએસ અને એચસીએલ ટેક 1.47-3.24 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરટેનમેન્ટ, અદાણી પોર્ટ્સ, ટાઈટન, બજાજ ફિનસર્વ, કોલ ઈન્ડિયા, એનટીપીસી અને રિલાયન્સ 0.31-0.97 ટકા સુધી વધીને બંધ થયા છે.

અપડેટેડ 04:28:51 PM Sep 02, 2026 પર
Story continues below Advertisement
ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ 0.07-1.78 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 23900 ની આસપાસ બંધ થયા છે અને સેન્સેક્સ 76570 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 374 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 141 અંક સુધી ગોથા લગાવ્યા છે.

ભારતીય રૂપિયો 2 પૈસા તૂટીને 94.97 ના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે ભારતીય રૂપિયો 94.95 ના સ્તર પર બંધ થયો હતો.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.51 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.52 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.39 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 373.93 અંક એટલે કે 0.49 ટકાના ઘટાડાની સાથે 76,570.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 141.35 અંક એટલે કે 0.59 ટકા તૂટીને 23,914.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ 0.07-1.78 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.41 ટકાના ઘટાડાની સાથે 57,172.00 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, બજાજ ઑટો, મારૂતી સુઝુકી, એમએન્ડએમ, એશિયન પેંટ્સ, અપોલો હોસ્પિટલ, ઈન્ડિગો, ટીસીએસ અને એચસીએલ ટેક 1.47-3.24 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરટેનમેન્ટ, અદાણી પોર્ટ્સ, ટાઈટન, બજાજ ફિનસર્વ, કોલ ઈન્ડિયા, એનટીપીસી અને રિલાયન્સ 0.31-0.97 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં વોલ્ટાસ, ઓલા ઈલેક્ટ્રિક, સોના બીએલડબ્લ્યૂ, બ્રેનબિસ સોલ્યુશંસ અને થર્મેક્સ 3.55-4.48 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ન્યૂ ઈન્ડિયા એસ્યોર, એજિસ વોપક, ક્લિન સાયન્સ, ગુજરાત એનર્જી અને કલ્યાણ જ્વેલર્સ 2.71- 6.70 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં બ્લૂ ફોર્જ, વંડર ઈલેક્ટ્રોનિક, ઓલકાર્ગો ટર્મિન્સ, વેરેકો એન્જીનિયર અને રામ રત્ન વાયર્સ 5.72-6.73 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં એનેલોપલ્સ, સેન્ચ્યુરી એન્કા, બોદલ કેમિકલ્સ, ઈન્ડોકો રેમડીઝ અને ત્રિભોવનદાસ 11.87-20.00 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 02, 2026 3:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.