Closing Bell: નિફ્ટી 17600 ની ઊપર, સેન્સેક્સ 13 અંક ઉછળીને બંધ - Closing Bell: Nifty closes above 17600, Sensex up 13 points | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 17600 ની ઊપર, સેન્સેક્સ 13 અંક ઉછળીને બંધ

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17600 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 59846 પર બંધ થયા.

અપડેટેડ 04:11:06 PM Apr 10, 2023 પર
Story continues below Advertisement
આજે બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.12-4.29 ટકાનો વધારો જોવા મળી છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17600 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 59846 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,694.10 સુધી ઉછળી તો સેન્સેક્સ 60,109.11 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.38 ટકા વધીને 24,443.02 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.16 ટકા ઘટાડાની સાથે 27,771.00 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 13.54 અંક એટલે કે 0.02% ની મજબૂતીની સાથે 59846.51 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 24.80 અંક એટલે કે 0.14% ની વધારાની સાથે 17624 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.12-4.29 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.50 ટકા ઘટીને 40,834.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, ગ્રાસિમ, વિપ્રો, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રિડ અને એલએન્ડટી 1.57-5.31 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, એચયુએલ, એશિયન પેંટ્સ, ટાટા કંઝ્યુમર, ઈન્ડસઈન્ડ બેન્ક અને બ્રિટાનિયા 0.97-1.72 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ગોદરેજ પ્રોપર્ટી, પાવર ફાઈનાન્સ, આરઈસી, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને આદિત્ય બિરલા ફેશન 2.87-8.60 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં પેટ્રોનેટ એલએનજી, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, 3એમ ઈન્ડિયા, નિપ્પોન અને જુબિલન્ટ ફૂડ્ઝ 1.72-3.33 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં આરતી સરફેક્ટન, રોસ્સરી, એવરેસ્ટ કેન્ટો, ઓનવર્ડ ટેક અને નંદન ડેનિમ 9.96-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કિર્લોસ્કર ફેરો, ઉષા માર્ટિન, એક્કલયા, સુબેક્સ અને હેરિટેજ ફૂડ્ઝ 5.26-6.22 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 10, 2023 3:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.