Closing Bell: નિફ્ટી 17750 ની ઊપર, સેન્સેક્સ 74 અંક ઉછળીને બંધ - Closing Bell: Nifty closes above 17750, Sensex up 74 points | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 17750 ની ઊપર, સેન્સેક્સ 74 અંક ઉછળીને બંધ

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17750 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 60130 પર બંધ થયા.

અપડેટેડ 03:52:08 PM Apr 25, 2023 પર
Story continues below Advertisement
આજે બેન્કિંગ, ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.02-1.31 ટકાનો વધારો જોવા મળી છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17750 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 60130 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,807.45 સુધી ઉછળી તો સેન્સેક્સ 60,268.67 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ શેરોમાં મજબૂતી અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.06 ટકા ઘટીને 24,946.48 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.19 ટકા વધારાની સાથે 28,383.13 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 74.61 અંક એટલે કે 0.12% ની મજબૂતીની સાથે 60130.71 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 25.90 અંક એટલે કે 0.15% ની વધારાની સાથે 17769.30 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.02-1.31 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.10 ટકા વધીને 42,678.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, બજાજ ફાઈનાન્સ, બ્રિટાનિયા, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક અને આઈશર મોટર્સ 1.48-2.54 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચડીએફસી લાઈફ, યુપીએલ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, ટેક મહિન્દ્રા, સન ફાર્મા અને એક્સિસ બેન્ક 0.62-3.43 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં એસજેવીએન, એબીબી ઈન્ડિયા, ક્લિન સાઈન્સ, ગ્લેન્ડ અને અશોક લેલેન્ડ 2.86-4.98 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં સીજી કંઝ્યુમર, ઝી એન્ટરટેન, મેક્સ હેલ્થકેર, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ અને કંસાઈ નેરોલેક 1.41-11.67 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં રેલ વિકાસ, લોયડ સ્ટીલ્સ, ડીબી રિયલ્ટી, નેલ્કો અને જેએસડ્બ્લ્યુ હોલ્ડિંગ્સ 12.35-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં પેન્નાર ઈન્ડસ્ટ્રીઝ, અતુલ ઑટો, ડાયનેમેટિક પ્રોડક્ટ, ઈલિકૉન એન્જીનિયર અને એમપીએસ 7.81-13.43 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 25, 2023 3:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.