આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18000 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 61112 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 18,089.15 સુધી ઉછળી તો સેન્સેક્સ 61,209.46 સુધી પહોંચ્યો હતો.
આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18000 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 61112 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 18,089.15 સુધી ઉછળી તો સેન્સેક્સ 61,209.46 સુધી પહોંચ્યો હતો.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.32 ટકા વધીને 25,492.43 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.91 ટકા વધારાની સાથે 28,917.07 પર બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 463.06 અંક એટલે કે 0.76% ની મજબૂતીની સાથે 61112.44 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 150 અંક એટલે કે 0.84% ની વધારાની સાથે 18065 ના સ્તર પર બંધ થયા છે.
આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.34-2.45 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.54 ટકા વધીને 43,233.90 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.
આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, નેસ્લે ઈન્ડિયા, વિપ્રો, બ્રિટાનિયા, આઈટીસી અને એચડીએફસી લાઈફ 2.43-3.72 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એક્સિસ બેન્ક, ટાઈટન, ઓએનજીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, સિપ્લા, એચયુએલ અને બજાજ ફિનસર્વ 0.44-2.43 ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, આરઈસી, ઝિ એન્ટરટેનમેન્ટ, લોરસ લેબ્સ અને અદાણી પાવર 5.00-10.06 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં શ્રીરામ ફાઈનાન્સ, સીજી કંઝ્યુમર, ડિલહેવરી, મોતિલાલ ઓસવાલ અને એનએચપીસી 1.47-5.11 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મૉલકેપ શેરોમાં એડલવાઈઝ, લોયડ મેટલ્સ, આરતી સરફેક્શન, સિએટ અને ડેટામેટાલિક્સ ગ્લોબલ 10.99-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એમએમટીસી, એપકોટેક્સ, રેયમંડ, આઈઓએલ કેમિકલ્સ અને એસટીસી ઈન્ડિયા 5.69-11.31 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.