સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18500 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 62547 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 18,573.70 સુધી ઉછળી તો સેન્સેક્સ 62,719.84 સુધી પહોંચ્યો હતો.
સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18500 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 62547 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 18,573.70 સુધી ઉછળી તો સેન્સેક્સ 62,719.84 સુધી પહોંચ્યો હતો.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.60 ટકા વધીને 27,294.10 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.57 ટકા વધારાની સાથે 30,885.70 પર બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 118.57 અંક એટલે કે 0.19% ની મજબૂતીની સાથે 62547.11 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 46.30 અંક એટલે કે 0.25% ની વધારાની સાથે 18534.10 ના સ્તર પર બંધ થયા છે.
આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.21-1.42 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.34 ટકા વધીને 43,937.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો દેખાયો.
આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, હિરો મોટોકૉર્પ, અપોલો હોસ્પિટલ, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકી અને એમએન્ડએમ 1.83-3.43 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, બીપીસીએલ, એચડીએફસી લાઈફ, ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેક અને એસબીઆઈ લાઈફ 0.35-2.09 ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં નુવોકો વિસ્ટાસ, ગ્લેક્સો સ્મિથકાઈન, રાજેશ એક્સપોર્ટસ, પાવર ફાઈનાન્સ અને જિંદાલ સ્ટીલ 3.02-4.99 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં આઈજીએલ, સીજી પાવર, બાયોકૉન, ક્રિસિલ અને પીબી ફિનટેક 1.8-2.68 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મૉલકેપ શેરોમાં કેડીડીએલ, ધ હાઈ-ટેક, કોપરણ, ડીડેવપ્લાસ્ટીક અને લોયડ સ્ટીલ 12.88-18.75 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં વીઆરએલ લોજીસ્ટિક્સ, ઝેલ્પમોક ડિઝાઈન, દિલિપ બિલ્ડકોન, ટ્રુકેપ ફાઈનાન્સ અને જીઓસીએલ કૉર્પ 4.66-6.29 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.