Closing Bell: નિફ્ટી 19800 ની ઊપર બંધ, સેન્સેક્સ 393 અંક વધ્યો | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 19800 ની ઊપર બંધ, સેન્સેક્સ 393 અંક વધ્યો

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.34-0.91 ટકાનો વધારો જોવા મળી છે.

અપડેટેડ 03:44:24 PM Oct 11, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.39 ટકા વધીને 44,532.65 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 19800 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 66470 ની આસપાસ બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 19,839.20 સુધી ઉછળી તો સેન્સેક્સ 66,592.16 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.47 ટકા વધીને 40,473.90 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.82 ટકા વધારાની સાથે 12,865.15 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 393.69 અંક એટલે કે 0.60% ની મજબૂતીની સાથે 66473.05 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 119.70 અંક એટલે કે 0.61% ની વધારાની સાથે 19809.50 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.34-0.91 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.39 ટકા વધીને 44,532.65 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી અને પીએસયુ બેન્ક શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં હિરો મોટોકૉર્પ, ગ્રાસિમ, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ, ડૉ.રેડ્ડીઝ, એચયુએલ અને સિપ્લા 1.39-4.04 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, કોલ ઈન્ડિયા, એલટીઆઈમાઈન્ડટ્રી, એસબીઆઈ, ટીસીએસ અને ઈન્ફોસિસ 0.29-1.65 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં નિપ્પોન, રેમ્કો સિમેન્ટ્સ, ટોરેન્ટ પાવર, એપીએલ અપોલો અને ઈન્ડિયન બેંક 3.22-4.07 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં જેએસડબ્લ્યુ એનર્જી, ક્રિસિલ, ઑયલ ઈન્ડિયા, આઈઓબી અને ચોલામંડલ ઈન્ટરનેશનલ 1.78-2.72 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં એશિયન ગ્રેનિટો, જેકે ટાયર, મિશ્ર ધાતુ, લક્ષ્મી ઑર્ગેનિક અને પર્લ ગ્લોબલ 10.08-16.38 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં બનકો પ્રોડક્ટ્સ, સ્ટરલિંગ વિલસન, સંધી ઈન્ડસ્ટ્રીઝ, ફૂડ્ઝ અને સમ ડિસટિલરીઝ 3.86-5.33 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 11, 2023 3:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.