Closing Bell: નિફ્ટી 19650 ની આસપાસ, સેન્સેક્સ 105 અંક ઉછળીને બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 19650 ની આસપાસ, સેન્સેક્સ 105 અંક ઉછળીને બંધ

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.15-2.92 ટકાનો વધારો જોવા મળી છે.

અપડેટેડ 03:45:36 PM Oct 06, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.33 ટકા વધીને 44,358.90 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 19650 ની આસપાસ બંધ થયા જ્યારે સેન્સેક્સે 65994 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 19,675.75 સુધી ઉછળી તો સેન્સેક્સ 66,095.81 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.57 ટકા વધીને 40,272.55 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.86 ટકા વધારાની સાથે 12,844.30 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 362.53 અંક એટલે કે 0.55% ની મજબૂતીની સાથે 65994.10 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 105.70 અંક એટલે કે 0.54% ની વધારાની સાથે 19651.50 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.15-2.92 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.33 ટકા વધીને 44,358.90 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ટાઈટન, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા કંઝ્યુમર, આઈટીસી, યુપીએલ, એચડીએફસી લાઈફ અને ઈન્ફોસિસ 1.08-5.60 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચયુએલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, એશિયન પેંટ્સ, ભારતી એરટેલ, બ્રિટાનિયા, નેસ્લે ઈન્ડિયા અને સિપ્લા 0.06-0.79 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, એલએન્ડટી ફાઈનાન્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, જીએમઆર એરપોર્ટ્સ અને એબી કેપિટલ 3.33-20.00 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં સીજી પાવર, ડાલમિયા ભારત, આઈઓબી, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ અને એન્ડયોરન્સ ટેક્નોલોજી 1.2-1.48 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં પીએનબી ગિલ્ટ્સ, ગ્લોબલ સરફેસિસ, મોનાર્ચ નેટવર્ક, સાસ્કેન ટેક અને ક્વિક હિલ ટેક 11.91-16.70 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એડલવાઈઝ, અવંતટેલ, ફિલેટેક્સ ઈન્ડિયા, એલજી બાલક્રિષ્ના અને અપોલો મિક્રો સિસ્ટમ 3.36-5.55 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2023 3:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.