Closing Bell - સેન્સેક્સ 125 અંક તૂટ્યો, નિફ્ટી 19750 ની આસપાસ બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell - સેન્સેક્સ 125 અંક તૂટ્યો, નિફ્ટી 19750 ની આસપાસ બંધ

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.04-1.39 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ.

અપડેટેડ 03:47:13 PM Oct 13, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.70 ટકાના ઘટાડાની સાથે 44,287.95 ના સ્તર પર બંધ થયા છે.

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 19750 ની આસપાસ બંધ થયા છે અને સેન્સેક્સ 66290 ની નીચે બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 125 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 43 અંક સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.05 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.12 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.04 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 125.65 અંક એટલે કે 0.19 ટકાના ઘટાડાની સાથે 66282.74 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 43 અંક એટલે કે 0.22 ટકા તૂટીને 19751 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.04-1.39 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.70 ટકાના ઘટાડાની સાથે 44,287.95 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, એફએમસીજી, ફાર્મા, રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં એક્સિસ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, ઈન્ફોસિસ, એસબીઆઈ, વિપ્રો, ડૉ.રેડ્ડીઝ અને એલટીઆઈ માઈન્ડટ્રી 1.16-2.40 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા કંઝ્યુમર, નેસ્લે ઈન્ડિયા, મારૂતિ સુઝુકી, સન ફાર્મા અને ટીસીએસ 0.90-4.73 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં લિંડે ઈન્ડિયા, એમફેસિસ, બાયોકૉન, રાજેશ એક્સપોર્ટસ અને આઈઓબી 2.08-3.35 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં નિપ્પોન, એસજેવીએન, કેસ્ટ્રોલ, કંટેનર કૉર્પ અને એપીએલ અપોલો 1.72-3.48 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં ક્વિક હિલ ટેક, ઓરિએન્ટલ હોટલ્સ, ઈન્ફિબિમ એવન્યુ, ઉજ્જીવન ફાઈનાન્શિયલ અને બોમ્બે બર્મા 3.77-6.21 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં જીએફએલ, જય કૉર્પ, આઈટીઆઈ, એડીએફ ફૂડ્ઝ અને સ્પાઈસજેટ 18.84-19.99 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 13, 2023 3:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.