Closing Bell - સેન્સેક્સ 143 અંક તૂટ્યો, નિફ્ટી 19400 ની નીચે બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell - સેન્સેક્સ 143 અંક તૂટ્યો, નિફ્ટી 19400 ની નીચે બંધ

ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.09-0 .84 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ.

અપડેટેડ 03:42:56 PM Nov 09, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.06 ટકાના વધારાની સાથે 43,685.80 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 19400 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 64832 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 143 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 48 અંક સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ શેરોમાં મજબૂતી અને સ્મૉલકેપ શેરોમાં તૂટતા જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.06 ટકા વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.19 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.27 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 143.41 અંક એટલે કે 0.22 ટકાના ઘટાડાની સાથે 64832.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 48.20 અંક એટલે કે 0.25 ટકા તૂટીને 19395.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.09-0 .84 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.06 ટકાના વધારાની સાથે 43,685.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, એચયુએલ, અદાણી પોર્ટ્સ, ટાટા કંઝ્યુમર, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, રિલાયન્સ અને યુપીએલ 1.03-1.77 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એમએન્ડએમ, અપોલો હોસ્પિટલ, કોલ ઈન્ડિયા, પાવર ગ્રિડ, ઈન્ડસઈન્ડ બેંક, હિરો મોટોકૉર્પ અને એલએન્ડટી 1.00-4.21 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં એન્ડયોરન્સ ટેક્નોલોજી, ન્યુ ઈન્ડિયા એસ્યોર, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, એસજેવીએન અને મધરસન સુમી 3.1-5.76 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં યુનો મિંડા, પાવર ફાઈનાન્સ, અંજતા ફાર્મા, ઓબરોય રિયલ્ટી અને સોલાર ઈન્ડસ્ટ્રીઝ 2.88-5.39 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં ગ્રુવરહી ટેક, બેસ્ટ એગ્રોલાઈફ, એટીએઆર ટેક, કેઆરબીએલ અને પ્રિકોલ 7.42-11.8 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં એડોર વેલ્ડિંગ, ક્રિસિલ, કેપીઆઈ ગ્રીન, બીએએસએફ અને સન ફાર્મા 8.54-10.10 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 09, 2023 3:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.