વીકલી એક્સપાયરીના દિવસે સીમિત રેન્જમાં બજાર બંધ થયો છે. બેન્કિંગમાં ખરીદારીને કારણે બેન્ક નિફ્ટી લગભગ 150 અંક ઉપર બંધ થયો છે. ઈન્ટ્રા ડે માં મિડકેપ ઈન્ડેક્સનું નવું રિકૉર્ડ બનાવ્યું છે. જો કે Oli & Gas, રિયલ્ટી ઈન્ડેક્સમાં તેજી રહી જ્યારે BSE હેલ્થકેર ઈન્ડેક્સમાં 1 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
Hero Motocorp, Bajaj Auto, BPCL, Eicher Motors અને IndusInd Bank નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા છે. જ્યારે, Cipla, Ultratech Cement, L&T, Grasim અને Apollo Hospital નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યા છે.
જ્યારે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં હળવો વધારો જોવા મળ્યો છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.4 ટકાના વધારા સાથે બંધ થયો છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 5.43 અંક એટલે કે 0.01 ટકાના ઘટાડા સાથે 66017.81 ના સ્તર પર બંધ થયો છે. જ્યેર નિફ્ટી 9.80 અંક એટલે કે 0.05 ટકાના ઘટાડાની સાથે 19802ના સ્તર પર બંધ થયો છે.