Closing Bell: સેન્સેક્સ 92 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 19800ની પાર થયો બંધ, પાવર શેર વધ્યા, મેટલ શેરમાં ઘટાડો | Moneycontrol Gujarati
Get App

Closing Bell: સેન્સેક્સ 92 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 19800ની પાર થયો બંધ, પાવર શેર વધ્યા, મેટલ શેરમાં ઘટાડો

સેન્સેક્સ 92.47 અંક એટલે કે 0.14 ટકાના વધારા સાથે 66,023.24 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 28.45 અંક એટલે કે 0.14 ટકાના વધારાની સાથે 19811.85 ના સ્તર પર બંધ થયો છે.

અપડેટેડ 03:52:39 PM Nov 22, 2023 પર
Story continues below Advertisement

RBIના બેન્ક, NBFCને સતર્ક રહેવાના વલણથી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. અંતમાં બજાર દિવસના નિચલા સ્તરથી સુધરીને બંધ થયો છે. આજેના કારોબારમાં મિડકેપ વધીને, સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટીને બંધ થયો છે. જ્યારે, આઈટી, પાવર, ઑટો શેરોમાં ખરીદારી રહી છે. જ્યારે રિયલ્ટી, બેન્ક, મેટલ શેરોમાં વેચવાલી રહી છે.

બીપીસીએલ, સિપ્લા, એનટીપીસી, ઈન્ફોસિસ અને પાવર ગ્રિડ કોરપોરેશન નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા છે. જ્યારે Indusind Bank, Hindalco Industries, kotak mahindra bank, Adani Enterprises અને Adani port નિફ્ટીનો ટૉપ લૂઝર રહ્યા છે.

સેક્ટોરલ ફ્રન્ટ પર જોઈએ તો બેન્ક, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સ 0.5 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. જ્યારે આઈટી, પાવર, હેલ્થકેર અને એફએમસીજી ઈન્ડેક્સ 0.3-1 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.7 ટકા તૂટ્યો છે.


કારોબારના અંતમાં સેન્સેક્સ 92.47 અંક એટલે કે 0.14 ટકાના વધારા સાથે 66,023.24 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 28.45 અંક એટલે કે 0.14 ટકાના વધારાની સાથે 19811.85 ના સ્તર પર બંધ થયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 22, 2023 3:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.