સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે GDPના આંકડા અનુમાનથી ઘણાં સારા રહ્યા. બજારની કંપનીઓ આખા અર્થતંત્ર કરતા સારુ પ્રદર્શન કરી રહી છે. સરકાર સબ્સિડી રિલિઝ કરે છે તો કન્ઝમ્પશનમાં વધારો થશે. પ્રાઈવેટ સેક્ટર કેપેક્સ શરૂ થયું છે તેની અસર આવશે. FIIsએ 15 માર્ચ બાદ 55 હજાર કરોડની ખરીદી કરી છે.
સુનિલ સુબ્રમણ્યમનું માનવું છે કે સ્થાનિક અર્થતંત્રમાં કામ કરતી કંપનીઓમાં રોકાણ કરી શકાય. બેન્કિંગમાં સેફ ઈન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. ઈન્ફ્રા સંબંધિત કંપનીઓમાં હાલ રોકાણ માટે રાહ જોવી. ઈન્ફ્રામાં 4-5 વર્ષની દૃષ્ટીએ રોકાણ કરવું જોઈએ. મલ્ટીકેપમાં રોકાણ કરી શકાય છે. વધુ રિસ્ક ન લેવું હોય તો બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં રોકાણ કરો.