ઘરેલૂ બજાર 0.6% મજબૂત, સેન્સેક્સ 385 અંક વધ્યો, નિફ્ટી 19250 ની ઊપર | Moneycontrol Gujarati
Get App

ઘરેલૂ બજાર 0.6% મજબૂત, સેન્સેક્સ 385 અંક વધ્યો, નિફ્ટી 19250 ની ઊપર

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.32-0.96% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે.

અપડેટેડ 09:28:55 AM Nov 03, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.59 ટકા વધારાની સાથે 43,271.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

09:21 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 19250 ની ઊપર છે અને સેન્સેક્સ 64466 પર છે. સેન્સેક્સે 385 અંકો સુધી મજબૂત છે, જ્યારે નિફ્ટીએ 119 અંક સુધી વધ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.46 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.59 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.67 ટકા ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 385.29 અંક એટલે કે 0.60% ના વધારાની સાથે 64466.19 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 119.40 અંક એટલે કે 0.62% ટકા વધીને 19252.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.32-0.96% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.59 ટકા વધારાની સાથે 43,271.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં અપોલો હોસ્પિટલ, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, હિરો મોટોકૉર્પ, ટેક મહિન્દ્રા, યુપીએલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને હિંડાલ્કો 1.37-3.92 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એસબીઆઈ લાઈફ 0.34 ટકા અને ટાટા સ્ટીલ 0.30 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં કંટેનર કૉર્પ, સોલાર ઈન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ પાવર, લ્યુપિન અને ઓબરોય રિયલ્ટી 1.60-4.73 ટકા સુધી વધારો છે. જ્યારે ક્લિન સાઈન્સ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, અંજતા ફાર્મા, મેક્સ હેલ્થકેર અને સીજી પાવર 0.44-2.63 ટકા ઘટાડો છે.

સ્મૉલકેપ શેરોમાં ટિલકનગર ઈન્ડસ્ટ્રીઝ, સેપ્ક, જેકે લક્ષ્મી સિમેન્ટ, ટ્રાન્સફોર્મ્સ અને કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ 5.19-7.86 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં લિંક, કિરલોસ્કર ઑયલ, કિરલોસકર ફેરો, કેડીડીએલ અને સયારમા એસજીએસ 5.7-10.69 ટકા સુધી તૂટ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 03, 2023 9:24 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.