નાણાકીય વર્ષ 2024માં ડીપીયૂ 2-3 ટકાથી વધારવાની અપેક્ષા: ઇન્ડિયા ગ્રીડ | Moneycontrol Gujarati
Get App

નાણાકીય વર્ષ 2024માં ડીપીયૂ 2-3 ટકાથી વધારવાની અપેક્ષા: ઇન્ડિયા ગ્રીડ

અપડેટેડ 05:06:54 PM Nov 06, 2023 પર
Story continues below Advertisement

ઇન્ડિયા ગ્રીડ InvITના સીઈઓ, હર્ષ શાહનું કહેવું છે કે આ ક્વાર્ટરમાં કંપનીએ સારા પરિણામ જાહેર કર્યા છે. કંપનીની મજબૂત પાઈપલાઈની અસર માર્જિન પર જોવા મળશે. કંપની દર વર્ષે 5-5.50 ટકા ગાઈડન્સ વધારતા હોઈએ છીએ. બેટરી પ્રોજેક્ટ કંપની માટે નવું સેગમેન્ટ બન્યું છે. ક્વાર્ટર 2માં ડીપીયૂ 3.3 પ્રતિ યુનિટથી 4.5 ટકા વધીને 3.45 પ્રતિ યુનિટ રહ્યું છે.

હર્ષ શાહે વધુંમા કહ્યું કે ક્વાર્ટર 2માં નાણાકીય વર્ષ 2024 માટે ડિસ્ટ્રિબ્યૂશન ગાઈડન્સ 13.80 રૂપિયા પ્રતિ યુનિટ રહ્યું છે. છેલ્લા 6 વર્ષોમાં ડીપીયૂ સતત 3-4 ટકા વધ્યો છે. નાણાકીય વર્ષ 2024માં ડીપીયૂ 2-3 ટકાથી વધારવાની અપેક્ષા રાખી રહ્યા છે. તાજેતરનું એક્વિઝિશન એયૂએમમાં 4,000 કરોડ રૂપિયા ઉમેરાયા છે. ઇક્વિટી કેપિટલ 1000-1500 કરોડ રૂપિયા વધારવાની યોજના છે.

હર્ષ શાહના મતે આ ક્વાર્ટરમાં રેવેન્યૂમાં 20 ટકાની ગ્રોથ જોવા મળી છે. એબિટડાના ગ્રોથમાં થોડું દબાણ જોવા મળ્યું છે. આગળ જતા એબિટડામાં ગ્રોથ વધવાની આશા છે. અમારું ફોકસ પ્રોજેક્ટને વધારવા પર રખ્યો છે. અમને ઘણા પ્રોજેક્ટ મળી રહ્યા છે. અમારા પાસે ઘણી પાઈપલાઈ છે જેથી કંપનીના માર્જિનમાં પણ વધારો થઈ શકે છે.


હર્ષ શાહના અનુસાર કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 06, 2023 5:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.