તહેવારોની સિઝનથી ડિમાન્ડ અને ગ્રોથમાં વધારાની આપેક્ષા: ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ | Moneycontrol Gujarati
Get App

તહેવારોની સિઝનથી ડિમાન્ડ અને ગ્રોથમાં વધારાની આપેક્ષા: ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ

વર્ષ દર વર્ષના આધાર પર ક્વાર્ટર 2 માં ઓપેક્સ 28.5 ટકાથી વધીને 138.5 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર ક્વાર્ટર 2 માં ઓપરેટિંગ નફો 29.1 ટકાથી વધીને 241.8 કરોડ રૂપિયા રહ્યા છે.

અપડેટેડ 02:18:25 PM Nov 07, 2023 પર
Story continues below Advertisement

ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સના એમડી અને સીઈઓ, દેવેશ સચદેવનું કહેવું છે કે ક્વાર્ટર 2 માં એયૂએમ 1.8 ટકા પર રહ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર ક્વાર્ટર 2 માં અન્ય આવક 41.6 ટકાથી વધીને 74.5 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર ક્વાર્ટર 2 માં ઓપેક્સ 28.5 ટકાથી વધીને 138.5 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર ક્વાર્ટર 2 માં ઓપરેટિંગ નફો 29.1 ટકાથી વધીને 241.8 કરોડ રૂપિયા રહ્યા છે.

દેવેશ સચદેવના મતે વર્ષ દર વર્ષના આધાર પર ક્વાર્ટર 2 માં પ્રોવિઝન 24.5 ટકાથી વધીને 76.2 કરોડ રૂપિયા રહ્યા છે. અમારી કંપનીનો પોર્ટફોલિયો 10,000 કરોડને પાર કરી ગયો છે. અમારી કંપનીની રેટિંગ અપગ્રેડ થઈ ગઈ છે. છેલ્લા 11 મહિનામાં આ બીજી અપગ્રેડ છે. પહેલા જામાવ્યું હતું કે અમુક જગ્યા પર વરસાદને કારણે પૂરથી થોડી અરસ જોવા મળી શકે છે. જો સપ્ટેમ્બર-ઑક્ટોબરની રન રેટ માટે વાત કરો તો 8.50 કરોડની થઈ ગઈ છે.

દેવેશ સચદેવના અનુસાર હાલમાં રિકવરી થતી જોવા મળી રહી છે અને ક્લાઈન્ટ પણ વધી રહ્યા છે. ક્રેડિટ કૉસ્ટને 3 ટકાથી નીચે રાખવાનો પ્રયાસ કરશે. આવનારા 2 ક્વાર્ટરમાં આમાં સુધારો જોવા મળી શકે છે. હાલમાં તહેવારોની સિઝિન ચાલી રહી છે. તેમાં પણ ગ્રોથ વધી શકે છે. આવનારા 5 મહિનામાં પણ એક સરખી રન રેટ ચાલશે તો કંપનીના ગ્રોથમાં વધારો જોવા મળી શકે છે.


દેવેશ સચદેવનું કહેવું છે કે કોવિડના સમયથી જ અમારી કંપનીમાં સારી તેજી સારૂ ગ્રોથ અને સારી ડિમાન્ડ રહી હતી. જેથી હાલમાં કોઈ વઘુ અસર નથી જોવા મળી રહી. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 07, 2023 2:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.