નાણા મંત્રાલય GST સિસ્ટમની સમીક્ષા કરવા માટે 4 એપ્રિલના બેઠક કરશે: સૂત્ર - Finance Ministry to hold April 4 meeting to review GST system: Sources | Moneycontrol Gujarati
Get App

નાણા મંત્રાલય GST સિસ્ટમની સમીક્ષા કરવા માટે 4 એપ્રિલના બેઠક કરશે: સૂત્ર

સૂત્રોના મુજબ નાણા મંત્રાલયે GSTN Portal ના કામકાજ અને જીએસટી પ્રણાલી અને પ્રક્રિયાઓની સમીક્ષા માટે 4 એપ્રિલના એક મીટિંગ બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા રાજસ્વ સચિવ સંજય મલ્હોત્રા કરશે. તેમાં Central Board of Indirect Taxes and Custom ના સભ્ય અને GSTN CEO પોતાની ઉપસ્થિતિ દર્જ કરશે.

અપડેટેડ 01:56:54 PM Apr 04, 2023 પર
Story continues below Advertisement
માર્ચ જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયા થયું છે, જે જુલાઈ 2017માં ઈનડાયરેક્ટ ટેક્સેશન વ્યવસ્થાના રોલઆઉટની બાદ બીજુ સૌથી મોટુ માસિક કલેક્શન છે.

માર્ચમાં બીજા સૌથી વધારે માલ અને સેવા કર (Goods and Services Tax (GST) કલેક્શન જોવાને મળ્યુ છે. તેની બાદ સૂત્રો બતાવી રહ્યા છે કે નાણા મંત્રાલય (Finance Ministry)જીએસટીએન પોર્ટલ (GSTN Portal) નું કામકાજ અને જીએસટી પ્રણાલી અને પ્રક્રિયાઓની સમીક્ષા માટે 4 એપ્રિલના એક બેઠક બોલાવી છે. એક અધિકારીએ મનીકંટ્રોલને જણાવ્યુ કે 4 એપ્રિલની બેઠકની અધ્યક્ષતા રાજસ્વ સચિવ સંજય મલ્હોત્રા કરશે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (Central Board of Indirect Taxes and Custom) ના સભ્ય અને જીએસટીએનના સીઈઓ (GSTN CEO) બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં જીએસટીએન પોર્ટલના કામકાજ, જીએસટી પ્રક્રિયાઓ, રિટર્ન દાખલ કરવામાં સરળતા અને ટેકનીકી ગડબડ, વગેરે કાંઈ હોય તો તેના પર ફોક્સ કરવામાં આવશે.

જીએસટી નેટવર્ક ટેક્નોલૉજી બેન્ક એન્ડ પ્રદાન કરે છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયા થયું છે, જે જુલાઈ 2017માં ઈનડાયરેક્ટ ટેક્સેશન વ્યવસ્થાના રોલઆઉટની બાદ બીજુ સૌથી મોટુ માસિક કલેક્શન છે. તેના સિવાય છેલ્લા એપ્રિલમાં એકત્ર કરવામાં આવેલા 1.68 લાખ કરોડની પાછળ છે. તેજી સાથે જ, માર્ચમાં દાખલ કરવામાં આવેલ રિટર્ન અત્યાર સુધીનું સૌથી વધારે રહ્યુ છે. જેમાં GSTR-1 ચણલ 93.2 ટકા અને GSTR-3B રિટર્ન 91.4 ટકા રહ્યુ છે.


એક અન્ય અધિકારીએ મનીકંટ્રોલને જણાવ્યુ, "એપ્રિલમાં જીએસટી કલેક્શન રિકૉર્ડ હાઈ થવાની સંભાવના છે."

તેમણે કહ્યુ કે 4 એપ્રિલની બેઠક તે સુનિશ્ચિત કરવા માટે છે કે નવા નણાકીય વર્ષમાં જીએસટી કલેક્શન શરૂ થવાની પહેલા પ્રક્રિયાઓ વધારે જીએસટીએન પોર્ટલ બધાના કામકાજ બિલકુલ યોગ્ય રીતે થાય.

આજે પાકિસ્તાન, શ્રીલંકામાં દરોમાં વધારાની ઘોષણા, મોંઘવારી અને કર્ઝને તોલતા થઈ શકે છે નિર્ણય

અધિકારીએ કહ્યુ કે વર્ષના અંતમાં જીએસટી કલેક્શન હંમેશા ઉચ્ચ રહે છે. તેનું કારણ એ છે કે વ્યવસાયી પોતાના વિલંબિત ચુકવણીને પૂરી કરી દે છે.

FY23-24 માટે GST રેવન્યૂ કલેક્શનમાં કેન્દ્રની ભાગીદારી નાણાકીય વર્ષ 22-23 માં 8.54 લાખ કરોડ રૂપિયાના સંશોધિત અનુમાનથી 12 ટકા વધીને 9.56 લાખ કરોડ રૂપિયા થવાનું અનુમાન લગાવામાં આવ્યુ છે.

રાજ્ય જીએસટી (SGST) ને સામેલ કરતા કહ્યુ, "નાણાકીય વર્ષ 23-24 માં સરેરાશ માસિક જીએસટી કલેક્શન 1.6 લાખ કરોડ રૂપિયા (CGST+IGST+SGST) થવાની સંભાવના છે. આ ઘણા બધા લીકેજીસને દૂર કરવા, ઈ-વે બિલોને સુવ્યવસ્થિત કરવા અને એન્ફોર્સમેન્ટ ઉપાયોના કારણે થઈ શકે છે." એવુ અધિકારીઓએ કહ્યુ. જીએસટી કલેક્શન વધારવામાં મોંઘવારીએ પણ પોતાની ભૂમિકા નિભાવી છે.

AMRG & Associates ના રજત મોહનએ મનીકંટ્રોલથી કહ્યુ "ઉચ્ચ ટેક્સ કલેક્શન ઈંગિત કરે છે કે કર ચોરી પર લગામ કસવા અને અનુપાલન વધારવાના પ્રયાસ પર કાર કરી રહ્યા છે. તે જોવું દિલજસ્પી રહેશે કે નાણાકીય વર્ષ 23-24 માં ગ્રોથ સ્ટોરી ચાલુ રહશે કે નહીં. આવનારા વર્ષમાં મોટા ડેટા એનાલિટિક્સ અને એઆઈ સૌથી પ્રમુખ ટૂલ્સ રહેશે. આ ટૂલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટને ટેક્સ ચોરીને ઓળખવા અને તેના પર શિકંજો કસવામાં મદદ કરશે."

MoneyControl News

MoneyControl News

First Published: Apr 04, 2023 1:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.