Gainers & Losers: કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં ખરીદારી જોવા મળી છે. સેન્સેક્સ, નિફ્ટી વધવા પર બંધ થયો છે. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ખરીદારી રહી જ્યારે નિફ્ટી બેન્કના ફ્લેટ ક્લોઝિંગ થઈ છે. ફાર્મા, IT શેરોમાં ખરીદી રહી છે. રિયલ્ટી, ઑટો ઈન્ડેક્સ હળવો વધારા પર બંધ થઈ. પાવર, મેટલ, બેન્કિંગ શેર પર દબાણ જોવા મળ્યો છે. કારોબારના અંતમાં સંન્સેક્સ 232.23 અંક એટલે કે 0.35 ટકાના વધારા સાથે 65,953.48 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 80.30 અંક એટલે કે 0.41 ટકાના વધારા સાથે 19,597.30 ના સ્તર પર બંધ થયો છે.
આજ આ શેરોમાં જોવા મળી સૌથી વધારે એક્શન
Shipping Corp Ltd | CMP:Rs 99.80 | આજે આ સ્ટૉકમાં 3 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 57.1 ટકાથી વધીને 171.6 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે આવક 17.9 ટકાથી વધીને 1200 કરોડ રૂપિયા રહી છે. જ્યારે એબિટડા 21.3 ટકાના વધારા સાથે 363.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
CAMS Ltd | CMP:Rs 2382 | આજે આ સ્ટૉકમાં 3 ટકાના વધારા સાથે બંધ થયો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 18 ટકાથી વધીને 76.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે આવક 10.4 ટકાથી વધીને 261.3 કરોડ રૂપિયા રહી છે. જ્યારે એબિટડા 12.7 ટકાના વધારા સાથે 110.1 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
Punjab and Sind Bank Ltd | CMP:Rs 30 | આજે આ સ્ટૉકમાં 6 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. બેન્કનો નફો 25.4 ટકાથી ઘટીને 152.7 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે વ્યાજથી થવા વાળી 4 ટકા વધીને 737.6 કરોડ રૂપિયા પર રહી છે. જ્યાર ગ્રૉસ એનપીએ ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 6.97 ટકાથી ઘટીને 6.80 ટકા પર રહી છે.
CE Info Systems Ltd | CMP:Rs 1586 | આજે આ સ્ટૉકમાં કારોબારીના દરમિયાન 52 વીક હાઈ પર પહોંચતો જોવા મળ્યો છે. જો કે કારોબારના અંતમાં સ્ટૉક 3.2 ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો. ખરેખર, Q1 માં ટુ-વ્હીલર EV માટે ઘણા ઓર્ડર મળ્યા છે. હાર્લી ડેવિડસન X440 માટે પણ ઓર્ડર આપવામાં આવ્યા છે. FY27/FY28માં 1000થી પ્લસ આવકનું લક્ષ્ય છે. FY27/FY28માં CAGR 35-40 ટકાનો લક્ષ્ય આપ્યો છે.