સતત બીજા સત્રમાં સ્થાનિક શૅરબજારમાં ઘટાડો થયો હતો. વૈશ્વિક શૅરબજારોની નબળાઈને લીધે સ્થાનિક બજારના વધારાને ટેકો મળ્યો નહોતો. આ ઘટાડાના બજારમાં પણ 10 શૅર્સ એવા હતા જેમાં તોફાની વધઘટ જોવા મળી હતી.
સતત બીજા સત્રમાં સ્થાનિક શૅરબજારમાં ઘટાડો થયો હતો. વૈશ્વિક શૅરબજારોની નબળાઈને લીધે સ્થાનિક બજારના વધારાને ટેકો મળ્યો નહોતો. આ ઘટાડાના બજારમાં પણ 10 શૅર્સ એવા હતા જેમાં તોફાની વધઘટ જોવા મળી હતી.
કોફોર્જ -
કંપનીના શૅરમાં અઢી ટકા જેટલો ઘટાડો થયો હતો કારણ કે વિવિધ ફંડ્સે કંપનીમાં 10.3 ટકા જેટલો હિસ્સો હસ્તગત કર્યો હતો. આ ફંડ્સમાં- એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, સોસાયટી જનરાલી- ઓડીઆઈ, સ્મોલકેપ વર્લ્ડ ફંડ ઈન્ક, મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોર પીટીઈ, કોટક ફંડ્સ- ઈન્ડિયા મિડકેપ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ છે.
એન્જિનિયર્સ ઈન્ડિયા -
સત્ર દરમિયાન કંપનીનો શૅર બે ટકા જેટલો ઘટ્યો હતો કારણ કે આ એન્જિનિયરિંગ કન્સલટન્સી કંપનીએ કહ્યું કે તેમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નુમાલીગઢ રિફાઈનરીમાં 4.37 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે મંજૂરી આપી છે. કંપની 1.26 કરોડ ઈક્વિટી શૅર્સને 110 રૂપિયાના પ્રતિ શૅર ભાવે સબસ્ક્રાઈબ કરશે. આ હસ્તગત પાછળ એન્જિનિયર્સ ઈન્ડિયાને 138 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
શોપર્સ સ્ટોપ -
શોપર્સ સ્ટોપનો શૅર ભાવ સત્ર દરમિયાન 13 ટકા જેટલો ઘટ્યો હતો કારણ કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વેણુગોપાલ નાયરે રાજીનામુ આપ્યુ હતું. તેમની જવાબદારી હવે કવિન્દ્ર મિશ્રા સંભાળશે જે હાલ ઈન-હાઉસ બ્રાન્ડ હોમસ્ટોપમાં ચીફ કમર્શિયલ ઓફિસર છે.
યુનિવર્સલ ઓટોફાઉન્ડરી -
ઘટાડાના બજારમાં પણ યુનિવર્સલ ઓટોફાઉન્ડરીના શૅરમાં 20 ટકાની અપર સર્કીટ લાગી હતી કારણ કે તેમના રોકાણકાર આશિષ કંચોલીયાએ 8.54 ટકા હિસ્સો ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શનના માધ્યમે લીધો હતો. તેમણે કુલ 10.34 લાખ શૅર્સને 161.59 રૂપિયા પ્રતિ શૅર સરેરાશ ભાવે ખરીદ્યા હતા. છેલ્લા બે સત્રમાં જ કંપનીનો શૅર 44 ટકા વધ્યો છે.
કેફિન ટેકનોલોજીસ -
કેફિન ટેકનોલોજીસનો શૅર 11 ટકા જેટલો વધ્યો હતો કારણ કે જેફરીઝે શૅર ખરીદવાની ભલામણ કરીને 500 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો હતો. બ્રોકરેજ ગૃહે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ્સ અને લિસ્ટેડ કોર્પોરેટ્સને વિવિધ સર્વિસીસ પુરી પાડવામાં કેફીન ટેક અગ્રણી કંપની છે. કંપની માર્કેટ લીડરશીપ ધરાવે છે. કંપનીને સેવિંગ્સનો નાણાકીય ફાયદો થશે. કેફીન ટેક માટે આંતરરાષ્ટ્રીય અને અલ્ટરનેટિવ્ઝ એ બે નવા વૃદ્ધિના દ્વાર છે. આગળ જતા કંપનીનો નફો વધશે અને કેશ ફ્લોમાં પણ વધારો થશે. કેફીન તેમની આરટીએ અને એફએ સર્વિસીસને આંતરરાષ્ટ્રીય ધોરણે વધારી રહી છે.
સાયરામા એસજીએસ ટેકનોલોજી -
બજારમાં ઘટાડો થવા છતાં આ કંપનીનો શૅર નવ ટકા જેટલો વધ્યો હતો કારણ કે નુવામા ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરીને 760 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો હતો. કંપની વૃદ્ધિના પંથે છે અને મૂલ્યાંકન આકર્ષક છે. કંપનીની વૃદ્ધિની વ્યૂહરચના પણ વ્યવસ્થિત હોવાનું નુવામાએ કહ્યું હતું.
કાયનિસ ટેકનોલોજીસ ઈન્ડિયા -
આ કંપનીનો શૅર પણ સત્ર દમિયાન સાત ટકા જેટલો વધ્યો હતોક રણ કે કંપનીએ કર્ણાટક સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી ડિપાર્ટમેન્ટ સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કર્યા છે. એમઓયુ અંતર્ગત કંપની તેમની સ્ટેપ-ડાઉન સબસિડિયરીના માધ્યમે 3,750 કરોડ રૂપિયાના રોકાણે સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટ તેમ જ પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ (પીસીબી) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉભો કરશે.
વીએસટી ટિલર્સ ટ્રેક્ટર્સ -
વીએસટી ટિલર્સ ટ્રેક્ટર્સ લિમિટેડનો શૅર સત્ર દરમિયાન 6.5 ટકા વધ્યો હતો કારણ કે કંપનીએ અમેરિકા સ્થિત સોલેકટ્રેક સાથે સંયુક્તપણે ઈલેક્ટ્રીક પાવર ટિલર અને અન્ય કૃષિ મશિન્સ બનાવવા માટે એગ્રિમેન્ટ કર્યા છે. જૂન ત્રિમાસિકમાં આ કંપનીનો નફો પણ ત્રણ ગણો વધ્યો હતો.
કેપીઆઈ ગ્રીન એનર્જી -
આ કંપનીનો શૅર પણ ઘટાડાના બજારમાં સાડા છ ટકા જેટલો વધ્યો હતો કારણ કે કંપનીને તેમના વિન્ડ-સોલાર હાઈબ્રિડ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પાસેથી સર્ટિફિકેટ મળ્યુ છે. આ પ્રોજેક્ટ ગુજરાતના ભરૂચમાં છે.
એસ્ટ્રા માઈક્રોવેવ પ્રોડકટ્સ -
શૅરબજારમાં ઘટાડો થવા છતાં એસ્ટ્રા માઈક્રોવેવ પ્રોજેક્ટ્સના શૅરમાં બે ટકા જેટલો વધારો થયો હતો કારણ કે કંપનીને સેટેલાઈટ અને રડાર સિસ્ટમ્સના 158 કરોડ રૂપિયાના ઓર્ડર્સ મળ્યા છે. આ ઓર્ડર કંપનીને ઈસરો, ડીઆરડીઓ 6અને ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ પાસેથી મળ્યા છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરીને 425 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.