Gainers & Losers: શેરબજાર આજે ઘટાડા સાથે થયું બંધ, જાણો આજે કયા શેરોમાં જોવા મળશે સૌથી વધુ એક્શન | Moneycontrol Gujarati
Get App

Gainers & Losers: શેરબજાર આજે ઘટાડા સાથે થયું બંધ, જાણો આજે કયા શેરોમાં જોવા મળશે સૌથી વધુ એક્શન

Gainers & Losers: 3 ઓગસ્ટ, 2023એ ભારત સરકારની તરફથી લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટર પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની તરફથી આ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની આયાત એટલે કે ઈમ્પોર્ટ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં સરકારની તરફથી એક નોટિસ પણ રજૂ કરવામાં આવી છે. આ સમાચાર પછી ડિક્સન ટેકના શેરમાં વધારો જોવા મળ્યો.

અપડેટેડ 08:22:24 PM Aug 03, 2023 પર
Story continues below Advertisement

Gainers & Losers: નબળા ગ્લોબલ સંકેતોથી બજારમાં બીજા દિવસ વેચવાલી જોવા મળી છે. વિકલી એક્સપાયરીના દિવસે બજાર ઘટાડાની સાથે બંદ થયો છે. મિડકેપ, સ્મોલકેપ ઈન્ડેક્સમાં નિચલા સ્તરતી રિકવરી જોવા મળી છે. બેન્કિંગ, રિયલ્ટી, એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી જ્યારે મેટલ, ઈન્ફ્રા, ઑટો શેરોમાં દબાણ રહ્યો છે. જ્યારે ફાર્મા શેરોમાં ખરીદારી રહી છે. UPL, Titan Company, Bajaj Finserv, ONGC અને ICICI Bank નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યા છે. Adani Enterprises, Eicher Motors, Divis Labs, Infosys અને Adani Ports નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 542.10 અંક એટલે કે 0.82 ટકાના ઘટાડાની સાથે 65,240.68 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 144.90 અંક એટલે કે 0.74 ટકાના ઘટાડાની સાથે 19381.65 ના સ્તર પર બંધ થયો છે.

આજ આ શેરો પર જોવા મળી સૌથી વધારે એક્શન

Mankind Pharma Ltd | CMP:Rs 1913 | આજે આ સ્ટૉકમાં 10 ટકાના વધારા સાથે બંધ થયો છે. ઘરેલૂ અને એક્સપોર્ટ માર્કેટમાં ફાર્મા સેગમેન્ટમાં ગ્રોથ રહી છે. ઘરેલૂ કારોબારમાં 14 ટકાની ગ્રોથ રહી છે. એક્સપર્ટ 51 કરોડ રૂપિયાથી 3 ગુણો વધીને 160 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે કંપનીનો નફો 66.4 ટકા વધીને 486.9 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે કંપનીની આવક 18.3 ટકા વધીને 2578.6 કરોડ રૂપિયા પર રહી છે.


Vedanta Ltd | CMP:Rs 254 | આજે આ સ્ટૉકમાં 7 ટકાના ઘટાડાની સાથે બંધ થયો છે. તેના પ્રમોટર કંપની ટ્વિન સ્ટાર હોલ્ડિંગ્સ (Twin Star Holding) આજે વેદાંતાના શેરોને વેચવાલી હતી તેના કારણે રોકાણકાર ધડાધડા વેચીને નિકળી ગઈ છે. ટ્વિન સ્ટારના વેદાંતામાં 46.4 ટકા હિસ્સો છે અને પ્રમોટર્સની પાસે કુલ મળીને 68.11 ટકા હિસ્સો છે.

Gujarat Gas Ltd | CMP:Rs 455 | આજે આ સ્ટૉકમાં 3 ટકાના ઘટાડાની સાથે બંધ થયો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 215.1 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર તેની કંપનીનો નફો 41.7 ટકા ઘટ્યો છે. બોર્ડે GSPC LNGમાં 100 કરોડ રૂપિયાના ઈક્વિટી રોકાણનું પણ નિર્ણય કર્યા છે.

Dixon Technologies Ltd | CMP:Rs 4455 | આજે આ સ્ટૉકમાં 8 ટકાના વધારાની સાથે બંધ થયો છે. 3 ઑગસ્ટ 2023એ ભારત સરકારની તરફથી લેપટૉપ, ટેબલેટ અને પર્સનલ કંપ્યૂટર પર મોટો નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારની તરફથી આ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના આવક એટલે કે ઈમ્પોર્ટ પર તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ લગાવી છે. આ સંદર્ભમાં સરકારની તરફથી એક નોટિસ પણ રજૂ કરી છે. આ સમાચાર બાદ ડિક્સન ટેકના શેરમાં વધારો જોવા મળ્યો છે.

Suzlon Energy Ltd | CMP:Rs 18 | આજે આ સ્ટૉકમાં 3 ટકાના ઘટાડાની સાથે બંધ થયો છે. કંપની આ મહિનાના અંતમાં સંસ્થાગત રોકાણકારોના શેર વેચીને 1500-1800 કરોડ રૂપિયા એકત્ર- કરવાની યોજના બનાવી રહી છે.

Zydus LifeScience Ltd | CMP:Rs 640 | આજે આ સ્ટૉકમાં 2 ટકાના વધારાની સાથે બંધ થયો છે. INDOMETHACIN SUPPOSITORYને USFDAથી મંજૂરી મળી છે. કંપેટેટિવ જનેરિક થેરેપી ડાઈઝેશનની દવાને USFDAથી મંજૂરી મળી છે.

HPCL Ltd | CMP:Rs 270 | આજે આ સ્ટૉકમાં 2 ટકાના ઘટાડાની સાથે બંધ થયો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીના પ્રદર્શનને હેલ્દી માર્કેટિંગ માર્જિનથી સપોર્ટ મળી છે. સરકારી ઑઈલ માર્કેટિંગ કંપનીને ગયા વર્ષના સમાન ગાળામાં 8557 કરોડ રૂપિયાનું નેટ લોસ થયો હતો. તેનો મોટો કારણ કાચા તેલની કિમત આશમાન પર પહોંચી ગઈ હતી. ક્વાર્ટરના આધાર પર કંપનીના નેટ પ્રોફિટ 87.5 ટકા વધ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં તેને 3608 કરોડ રૂપિયાને નફો થયો હતો.

ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 03, 2023 7:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.