કારોબારી સપ્તાહના અંતિંમ દિવસે બજાર વધારા પર બંધ થયો છે. મિડકેપ, સ્મૉલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે જ્યારે મિડકેપ ઈન્ડેક્સના રિકૉર્ડ ક્લોઝિંગ થઈ છે. રિયલ્ટી, મેટલ, ઑટો શેરોમાં તેજી ચાલું છે. FMCG, ફાર્મા, ઈન્ફ્રા ઈન્ડેક્સ વધારા પર બંધ થઈ છે. જ્યારે બેન્કિંગ, PSE ઈન્ડેક્સમાં ખરીદારી જોવા મળી રહી છે. IT, એનર્જી શેરો પર દબાણ જોવા મળી રહ્યું છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 118.57 અંક એટલે કે 0.19 ટકાના વધારા સાથે 62,547.11 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 46.35 અંક એટલે કે 0.25 ટકાના વધારા સાથે 18534.10 ના સ્તર પર બંધ થયો છે.
આજ આ શેરોમાં રહ્યા સૌથી વધું એક્શન
TVS Motor Company Ltd | CMP:Rs 1305.55 | સ્ટૉક આજે 2.5 ટકાના વધારા સાથે બંધ થયો છે. વર્ષના આધાર પર કુલ વેચાણ 9 ટકા વધીને 3.30 લાખ યૂનિટ રહી છે જ્યારે ઘરેલૂ વેચાણ 32 ટકા વધારો જોવા મળ્યો છે અને તે 1.91 લાખ યૂનિટથી વધીને 2.52 લાખ યૂનિટ પર રહી છે.
Maruti Suzuki India Ltd | CMP:Rs 9485.35 | સ્ટૉક આજે 1.68 ટકાના વધારા સાથે બંધ થયો છે. મે મા કુલ 1.78 લાખ વહાન વેચ્યા છે. જ્યારે જાપાની બ્રોકરેજ હાઉસ નોમુરાનો એનુમાન હતો આ સમય ગાળામા મારૂતિ સુઝુકીનું વેચાણ 1.65 લાખ વહાનો રહી શકે છે. મે મહિનામાં કંપનીની કુલ વહાન વેચાણ વર્ષના આધાર પર 10.6 ટકાના વધારા સાથે 1.78 લાખ યૂનિટ રહી છે. જ્યારે કંપનીએ મે 2022માં 1.61 લાખ વહાન વેચ્યા હતા. મે 2023માં કંપનીની કુલ ઘરેલૂ વેચાણ વર્ષના આધાર પર 12.7 ટકાના વધારા સાથે 1.51 લાખ યૂનિટ રહી છે. જ્યારે, કંપનીએ મે 2022માં ઘરેલૂ બજારમાં કુલ 1.34 લાખ વાહન વેચ્યા હતા.
AstraZeneca Pharma India Ltd | CMP:Rs 3502.35 | આજે આ સ્ટૉક 3 ટકાના વધારા સાથે બંધ થયો છે. પદ્માવતી મેડિકલ ફાઉન્ડેશનની સાથે કરાર કરી છે. કેરળના કોલ્લમમાં 130ની હૉસ્પિટલ ઑપરેટ કરશે.