Global Market: અમેરિકામાં બોન્ડ યીલ્ડ અને મોંઘવારીમાં નરમાશથી ગ્લોબલ બજારોમાં દિવાળી, એશિયન બજારોમાં જોશ, GIFT NIFTY પણ 200 પોઇન્ટ્સથી વધારે વધ્યો | Moneycontrol Gujarati
Get App

Global Market: અમેરિકામાં બોન્ડ યીલ્ડ અને મોંઘવારીમાં નરમાશથી ગ્લોબલ બજારોમાં દિવાળી, એશિયન બજારોમાં જોશ, GIFT NIFTY પણ 200 પોઇન્ટ્સથી વધારે વધ્યો

ગ્લોબલ બજારોથી પોઝિટીવ સંકેતો મળી રહ્યા છે, જ્યાં અમેરિકામાં રિટેલ મોંઘવારી દર ઓછો થતા માર્કેટને સપોર્ટ મળ્યો, અને ડાઓમાં લગભગ 480 પોઇન્ટ્સથી વધીની તેજી જોવા મળી

અપડેટેડ 08:46:44 AM Nov 15, 2023 પર
Story continues below Advertisement
અમેરિકામાં બોન્ડ યીલ્ડ અને મોંઘવારીમાં નરમાશથી ગ્લોબલ બજારોમાં દિવાળી દેખાણી

અમેરિકામાં બોન્ડ યીલ્ડ અને મોંઘવારીમાં નરમાશથી ગ્લોબલ બજારોમાં દિવાળી દેખાણી. ડાઓ જોન્સ લગભગ 500 પોઇન્ટ્સ વધ્યો. S&P અને નાસ્ડેક પણ લગભગ 2% ઉપર જોવા મળ્યા. સવારે એશિયન બજારોમાં જોશ દેખાયુ, GIFT NIFTY પણ 200 પોઇન્ટ્સથી વધારે વધ્યો.

ગ્લોબલ બજારોથી પોઝિટીવ સંકેતો મળી રહ્યા છે, જ્યાં અમેરિકામાં રિટેલ મોંઘવારી દર ઓછો થતા માર્કેટને સપોર્ટ મળ્યો, અને ડાઓમાં લગભગ 480 પોઇન્ટ્સથી વધીની તેજી જોવા મળી, s&p 500માં 1 ટકાથી વધુની તેજી અને નાસ્ડેકમાં સૌથી વધારે અઢી ટકાની આસપાસની મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. આ સાથે જ મોટા બ્રોકરેજ હાઉસનું પણ માનવું છે કે આવતા વર્ષે US ફેડ વ્યાજ દર ઘટાડશે, જ્યારે માર્કેટને આશા કરતા 4 ગણા વધારે કાપની આશા બની રહી છે.

આજે એશિયાઈ બજારમાં વધારા સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 230 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.94 ટકાના વધારાની સાથે 33,341.56 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.50 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 1.16 ટકા વધીને 17,111.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 2.76 ટકા મજબૂતીની સાથે 17,879.27 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.01 ટકાની તેજી સાથે 2,482.11 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 16.46 અંક એટલે કે 0.54 ટકા ઉછળીને 3,075.98 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Nov 15, 2023 8:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.