ગ્લોબલ સંકેત આજે ટેન્શન વધારી રહ્યા છે. એશિયાના બજારમાં અડધા ટકાનો ઘટાડો જોવામાં આવી રહ્યો છે. તો SGX નિફ્ટીમાં પણ આશરે 50 પોઈન્ટનું દબાણ દેખાય રહ્યુ છે. બેન્કિંગની ચિંતામાં અમેરિકાના બજાર તૂટ્યા. ડાઓ સવા બસો પોઈન્ટ તૂટ્યો છે. તો S&P માં પણ ઘટાડો પણ નાસ્ડેક પોઝિટીવ બંધ થયા.
ફરી એકવાર બેન્કિંગની ચિંતા વધતા અમેરિકાના બજારોમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો. ફર્સ્ટ રિપબ્લિક બેન્ક દ્વારા જાહેર કરાયેલા પરિણામો બાદ ફરી એકવાર ચિંતા વધી છે અને તેના કારણે જ ગઈકાલે ડાઓ અને અને s&p 500માં ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. ગઈકાલે ડાઓ 228 પોઈન્ટ તૂટ્યો હતો તો s&p 500માં પા ટકા કરતા વધુનો ઘટાડો હતો. જ્યારે માઈક્રોસોફ્ટને લીધે નાસ્ડેકમાં પોઝિટિવ ક્લોઝિંગ હતું. આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં ઘટાડો વધતો જોવા મળ્યો હતો.
કાચા તેલના ભાવમાં આશરે 4% નો ઘટાડો રહ્યો. અમેરિકામાં ક્રૂડ ઈન્વેંટરીમાં અનુમાનથી વધારે ઘટાડાની બાદ પણ કાચા તેલના ભાવમાં નબળાઈ જોવાને મળી. ખરેખર, અમેરિકામાં મંદીના આશંકાએ એકવાર ફરી જોર પકડી લીધુ છે. જેની બાદથી ક્રૂડના ભાવ પર દબાણ જોવાને મળી રહ્યુ છે. બ્રેન્ટ ક્રૂડ 3.8% ની નબળાઈની સાથે 77.69 ડૉલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 3.6% ની નબળાઈની સાથે 74.30 ડૉલર પ્રતિ બેરલ પર જોવામાં આવ્યા.
આ વચ્ચે આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. SGX NIFTY 32.00 અંકનો ઘટાડો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ 0.23 ટકાના ઘટાડાની સાથે 28,350 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.44 ટકાની નબળાઈ જોવાને મળી રહી છે. તાઈવાનના બજાર 0.50 ટકા વધીને 15,451.87 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.22 ટકાના વધારાની સાથે 19,800.68 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.18 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.28 ટકાના ઘટાડાની સાથે 3,273.08 ના સ્તર પર દેખાય રહ્યા છે.