Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયાની નબળી શરૂઆત, GIFT NIFTYમાં ફ્લેટ કામકાજ | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયાની નબળી શરૂઆત, GIFT NIFTYમાં ફ્લેટ કામકાજ

શુક્રવારે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા, જ્યાં ડાઓમાં ફ્લેટ કામકાજ રહ્યું, તો નાસ્ડેક અને S&P 500માં લગભગ અડધા ટકાનું દબાણ જોવા મળ્યું હતું.

અપડેટેડ 08:45:28 AM Oct 16, 2023 પર
Story continues below Advertisement
ઉલ્લેખનિય છે કે નબળા કન્ઝ્યુમન કોન્ફિડેન્સના આંકડાઓના કારણે અને મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિ યથાવત્ રહેતા US માર્કેટમાં નરમાશ જોવા મળી રહી છે.

ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયાની નબળી શરૂઆત દેખાય રહી છે. GIFT NIFTYમાં ફ્લેટ કારોબાર સાથે કામકાજ થઈ રહ્યુ છે. નબળા કન્ઝ્યુમર સેન્ટીમેન્ટ આંકડાઓથી શુક્રવારે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા હતા.

શુક્રવારે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા, જ્યાં ડાઓમાં ફ્લેટ કામકાજ રહ્યું, તો નાસ્ડેક અને S&P 500માં લગભગ અડધા ટકાનું દબાણ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે નબળા કન્ઝ્યુમન કોન્ફિડેન્સના આંકડાઓના કારણે અને મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિ યથાવત્ રહેતા US માર્કેટમાં નરમાશ જોવા મળી રહી છે.

સોનાની ચમક વધી


સોનું 5 સપ્તાહની ઊંચાઈ પર પહોંચ્યુ છે જ્યારે કૉમેક્સ પર સોનાના ભાવ $1932 સુધી પહોંચ્યા છે. ઑક્ટોબરમાં અત્યારે સોનાનો ભાવ 4% વધ્યો છે.

ક્રૂડમાં ઉછાળો

આ વચ્ચે ઈઝરાયલ-ફિલિસ્તીન યુદ્ઘથી ક્રૂડમાં જોરદાર ઉકાળો જોવાને મળી રહ્યા છે. શુક્રવારના કાચા તેલ 5 ટકાથી વધારે ઉછળો છે. બ્રેંટ 90 ની પાર નિકળ્યા છે. જંગના ચાલતા ઉત્પાદન ઘટવાની આશંકા છે. ખરેખર, આ યુદ્ઘની આગળ વધવાથી મીડિલ ઈસ્ટમાં કાચા તેલના ઉત્પાદનને લઈને ચિંતા વધી શકે છે. આ ક્ષેત્રથી દુનિયાની નજીક એક તુત્યાંશ કાચા તેલનું ઉત્પાદન થાય છે. તેના સિવાય રશિયા પર અમેરિકીની તરફથી કડક પ્રતિબંધના પણ સમાચાર છે. જિયો-પૉલિટિકલ તણાવની વચ્ચે આગળ પણ કાચા તેલના ભાવમાં ઉતાર-ચઢાવ જોવાને મળી શકે છે.

એશિયાઈ બજાર

આ વચ્ચે આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 27.50 અંકનો વધારો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ આશરે 1.65 ટકાના ઘટાડાની સાથે 31,791.12 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.52 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.92 ટકા ઘટીને 16,628.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.29 ટકાના ઘટાડાની સાથે 17,762.07 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.93 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.46 ટકાના વધારાની સાથે 3,073.84 ના સ્તર પર દેખાય રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2023 8:35 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.