ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેત જોવાને મળી રહ્યા છે. એશિયામાં નિક્કેઈ પર દબાણ જોવા મળી રહ્યુ છે પરંતુ SGX NIFTY માં પા ટકાનો ઉછાળો દેખાય રહ્યો છે. તો ગઈકાલે અમેરિકાના બજાર તેજી સાથે બંધ થયા. 9 મહિનાની ઉંચાઈ પર S&P 500 પરંતુ આજે US ફ્યુચર્સમાં ફ્લેટ કારોબાર દેખાય રહ્યો છે.
ગઈકાલે અમેરિકાના બજારમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. ગઈકાલે ડાઓ જોન્સ, S&P 500 અને નાસ્ડેકમાં એકદમ સામાન્ય ઉછાળા સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. આ સાથે જ તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં પણ ઉછાળો આવ્યો હતો. સૌથી વધુ ઉછાળો ફાઈનાન્શિયલ સેક્ટરમાં જોવા મળ્યો હતો. આ સાથે જ આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં સામાન્ય ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો હતો.
ચીનની સરકારની તરફથી રાહત પેકેજની જાહેરાતની ઉમ્મીદમાં આયરન ઓરની કિંમતોમાં તેજી દેખાય રહી છે. આયરન ઓરના ભાવ 110 ડૉલર પ્રતિ ટનની નજીક પહોંચી ચુક્યા છે. આયરન ઓરના ભાવમાં છેલ્લે 25 મે ના 6 મહીનાના નિચલા સ્તરો સુધી ઘટ્યા હતા.
બ્રેંટ ક્રૂડના ભાવમાં મંગળવારના મામૂલી ઘટાડો જોવાને મળ્યો. મંગળવારના બ્રેંટ ક્રૂડ ફ્યૂચર્સ 0.6% ઓછા થઈને 76.29 ડૉલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ ફ્યૂચર્સ 0.6% ઓછી થઈને 76.29 ડૉલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ ફ્યૂચર્સ 0.6% ના ઘટાડાની સાથે 71.74 ડૉલર પ્રતિ બેરલ પર જોવામાં આવ્યા. તેની પહેલા સોમવારની કિંમતોમાં તેજી જોવાને મળી હતી.
આ દરમિયાન આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. SGX NIFTY 24.50 અંકનો વધારો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ આશરે 1.46 ટકાના ઘટાડાની સાથે 32,039.34 ની આસપાસ દેખયા રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.27 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.62 ટકા વધીને 16,866.63 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.13 ટકાના વધારાની સાથે 25,612.96 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.37 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.26 ટકા વધારાની સાથે 3,203.60 ના સ્તર પર દેખાય રહ્યા છે.