Global Market: ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો, એશિયા અને GIFT NIFTYમાં ફ્લેટ કામકાજ | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો, એશિયા અને GIFT NIFTYમાં ફ્લેટ કામકાજ

આજે એશિયાઈ બજારમાં મિશ્ર સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 28 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.18 ટકા મજબૂતીની સાથે 32,329.39 ની આસપાસ દેખાય રહ્યા છે.

અપડેટેડ 08:38:49 AM Nov 08, 2023 પર
Story continues below Advertisement
અમેરિકી ફ્યૂચર્સ પર મામુલી દબાણ, જોકે ગઈકાલે સતત 7માં દિવસેઅમેરિકી બજાર તેજી સાથે બંધ રહ્યા.

ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો દેખાય રહ્યા છે. એશિયા અને GIFT NIFTYમાં ફ્લેટ કામકાજ થઈ રહ્યું છે. અમેરિકી ફ્યૂચર્સ પર મામુલી દબાણ, જોકે ગઈકાલે સતત 7માં દિવસેઅમેરિકી બજાર તેજી સાથે બંધ રહ્યા.

ગઈકાલે સતત 7માં દિવસે અમેરિકી બજાર તેજી સાથે બંધ રહ્યા, જ્યાં ડાઓમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ રહ્યું, તો નાસ્ડેક અને S&P 500માં પણ સારી તેજી જોવા મળી, સૌથી વધારે નાસ્ડેકમાં અડધા ટકાથી વધુની મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. જોકે હાલ US ફ્યુચર્સમાં નરમાશ દેખાઈ રહી છે. પણ ઓવરઓલ US માર્કેટ પોઝિટીવ નોટ સાથે બંધ થયા હતા.

આજે એશિયાઈ બજારમાં મિશ્ર સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 28 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.18 ટકા મજબૂતીની સાથે 32,329.39 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 1.31 ટકાનો ઘટાડો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.38 ટકા વધીને 16,749.12 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.02 ટકાની મામૂલી મજબૂતીની સાથે 17,673.50 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.25 ટકાની તૂટીને 2,437.76 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 2.23 અંક એટલે કે 0.07 ટકા લપસીને 3,055.04 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Nov 08, 2023 8:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.