ગ્લોબલ બજારોથી આજે પણ નબળા સંકેતો દેખાય રહ્યા છે. નિક્કેઈ સિવાય બીજા એશિયન બજારોમાં દબાણ જોવાને મળી રહ્યુ છે, ત્યારે SGX નિફ્ટી પણ ફ્લેટ કારોબાર કરી રહ્યા છે. ગઈકાલે અમેરિકી માર્કેટ લગભગ અડધા ટકા ઘટીને બંધ થયા હતા.
ગ્લોબલ બજારોથી આજે પણ નબળા સંકેતો દેખાય રહ્યા છે. નિક્કેઈ સિવાય બીજા એશિયન બજારોમાં દબાણ જોવાને મળી રહ્યુ છે, ત્યારે SGX નિફ્ટી પણ ફ્લેટ કારોબાર કરી રહ્યા છે. ગઈકાલે અમેરિકી માર્કેટ લગભગ અડધા ટકા ઘટીને બંધ થયા હતા.
ગઈકાલે અમેરિકાના બજારોમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે ટેસ્લાના પરિણામની અસર બજારમાં જોવા મળી હતી અને આ દિગ્ગજ શેર 10 ટકા જેટલો તૂટ્યો હતો. જેના કારણે ગઈકાલે નાસ્ડેક પોણા ટકા કરતા વધારે તૂટ્યો હતો. ડાઓમાં ગઈકાલે 110 પોઈન્ટનો ઘટાડો તો S&P 500માં અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે મેન્યુફેક્ચર અને સર્વિસના PMIના આંકડા આવવાના છે તો તેના પર પણ બજારની ખાસ નજર રહેશે. આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
બીજા સત્ર સુધી યૂએસમાં મંદી દસ્તક આપી શકે છે. ફિલોડેલ્ફિયા મૈન્યુફેક્ચરિંગ ઈંડેક્સમાં નબળાઈ ચાલુ છે. લગાતાર 8 મી બાદ મૈન્યુફેક્ચરિંગ ઈંડેક્સમાં ઘટાડો આવ્યો છે. પહોંચ્યા મૈન્યુફેક્ચરિંગ ઈંડેક્સ મે 2020 ના નિચલા સ્તરો પર પહોંચ્યા છે. જો મંદી આવી તો બજારમાં મોટા ઘટાડાનો ખતરો છે.
આ વચ્ચે આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યુ છે. એસજીએક્સ નિફ્ટી 6 અંકનો વધારો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ 0.07 ટકાના વધારાની સાથે 28,635 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.19 ટકાની નબળાઈ દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.35 ટકા ઘટીને 15,652 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.43 ટકાના ઘટાડાની સાથે 20,308.77 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.77 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.30 ટકાના ઘટાડાની સાથે 3,356.91 ના સ્તર પર દેખાય રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.