Global Market: ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો, SGX NIFTYમાં મામુલી વધારો, US FUTURESમાં ફ્લેટ કામકાજ | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો, SGX NIFTYમાં મામુલી વધારો, US FUTURESમાં ફ્લેટ કામકાજ

ગઈકાલે અમેરિકી માર્કેટ્સ મિશ્ર બંધ થયા હતા. ત્યાંજ એશિયામાં નિક્કેઇ પોણા ટકા નીચે જોવા મળી છે. આજે ચીન અને તાઈવાનના બજાર બંધ છે.

અપડેટેડ 08:20:18 AM Jun 23, 2023 પર
Story continues below Advertisement
SGX NIFTYમાં મામુલી વધારો દેખાય રહ્યો છે. પણ US FUTURES માં ફ્લેટ કામકાજ દેખાય રહ્યુ છે.

ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો જોવાને મળી રહ્યા છે. SGX NIFTYમાં મામુલી વધારો દેખાય રહ્યો છે. પણ US FUTURES માં ફ્લેટ કામકાજ દેખાય રહ્યુ છે. ગઈકાલે અમેરિકી માર્કેટ્સ મિશ્ર બંધ થયા હતા. ત્યાંજ એશિયામાં નિક્કેઇ પોણા ટકા નીચે જોવા મળી છે. આજે ચીન અને તાઈવાનના બજાર બંધ છે.

ગઈકાલે અમેરિકી બજાર મિશ્ર સંકેતો સાથે બંધ થયા, અહીં સતત ત્રણ દિવસના ઘટાડા બાદ S&P 500 અને નાસ્ડેકમાં તેજી જોવા મળી, S&P 500 લગભગ 0.37% વધીને બંધ થયો, તો નાસ્ડેકમાં 1 ટકાનો વધારો જોવા મળ્યો હતો, પણ ડાઓ જોન્સમાં ફ્લેટ ક્લોઝિંગ રહ્યું. આ સાથે જ US VIXમાં ઘટાડો આવતા VIX જાન્યુઆરી 2020ના નીચલા સ્તરની પાસે પહોંચ્યો, જેમાં જૂન મહિનામાં હાલ સુધી 28%થી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. આ સાથે જ અમેરિકાના નાણાંમંત્રી જેનેટ યેલેને કહ્યું, કે અર્થવ્યવસ્થા મંદીમાં નથી જઈ રહી, અને મોંઘવારીમાં ઘટાડો આવવાની આશા વધી રહી છે. જેને કારણે US માર્કેટ્સમાં મિશ્ર કામકાજ દેખાઈ રહ્યો છે.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. SGX NIFTY 21.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.66 ટકાના ઘટાડાની સાથે 32,722.33 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.88 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.10 ટકા વધીને 17,202.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.41 ટકાના ઘટાડાની સાથે 18,951.49 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.72 ટકા લપસીને 2,574.92 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 42.46 અંક એટલે કે 1.33 ટકા લપસીને 3,197.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Jun 23, 2023 8:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.