ગ્લોબલ બજારોથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. SGX નિફ્ટી અને ડાઓ ફ્યૂચર્સમાં પણ મામુલી વધારો દેખાય રહ્યો છે. ગઈકાલે અમેરિકી બજાર ફ્લેટ રહ્યા હતા.
ગ્લોબલ બજારોથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. SGX નિફ્ટી અને ડાઓ ફ્યૂચર્સમાં પણ મામુલી વધારો દેખાય રહ્યો છે. ગઈકાલે અમેરિકી બજાર ફ્લેટ રહ્યા હતા.
ગઈકાલે અમેરિકાના બજારોના મહત્વના અઠવાડિયાની શરૂઆત મિશ્ર થઈ હતી. ગઈકાલે ડાઓ 100 પોઈન્ટ વધ્યો હતો તો S&P 500 પોઝિટિવ ટેરેટરીમાં બંધ થયો હતો અને સામે નાસ્ડેકમાં દબાણ જોવા મળ્યું હતું. એપ્પલ, આલ્ફાબેટ અને ટેસ્લાના શેર્સમાં ઘટાડો આવ્યો હતો જેના કારણે નાસ્ડેકમાં દબાણ જોવા મળ્યું હતું. હવે આવતીકાલે અને પરમ દિવસે અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ એટલે કે PPIના આંકડા આવવાના છે. શક્રવારે અમેરિકાનું બજાર બંધ હતું ત્યારે નોનફાર્મ પેરોલના આંકડા જાહેર થયા હતા.. આ સપ્તાહે આવનારા બેન્કના પરિણામો પર પણ બજારની નજર છે. આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં સામાન્ય ઉછાળા સાથેનો કારોબાર જોવા મળ્યો હતો.
કાચા તેલના ભાવમાં તેજી જોવાને મળી રહી છે. રોકાણકારોની નજર અમેરિકાના મોંઘવારી દરના આંકડાઓ પર છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર્સ 0.21 ટકાના વધારાની સાથે 84.36 ડૉલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ ઑયલ 0.26% ના વધારાની સાથે 79.95 ડૉલર પ્રચિ બેરલ પર રહ્યા. કાચા તેલની સપ્લાઈ ઘટવાની બાદ રશિયાના આવનારા વલણ પર પણ બજારની નજર રહેશે.
આ વચ્ચે એશિયાઈ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. SGX NIFTY 39.50 અંકનો વધારો દેખાડી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ આશરે 1.36 ટકાના વધારાની સાથે 28,013.86 ની આસપાસ દેખયા રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.06 ટકાના મામૂલી વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.34 ટકા વધીને 15,930.19 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.01 ટકાના વધારાની સાથે 20,536.83 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.23 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.09 ટકાના ઘટાડાની સાથે 3,311.54 ના સ્તર પર દેખાય રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.