મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે ગઈ કાલે નિફ્ટીએ જે કરેક્શન આપ્યું હતું, તેમાં 18600-18650નો ઝોન છે ત્યા સુધી સપોર્ટ સુધી પહોંચ્યું હતું. આજના દિવસામાં માઈનર પુલ બેક આવતો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં પણ 43400-43600 નો ઝોન છે, તેમાં એક મજબૂત સપોર્ટ ઝોન બની રહ્યો છે.
અર્પણ શાહે આગળ કહ્યું છે કે એ સપોર્ટ ઝોન પર બેન્ક નિફ્ટી પણ તમને એક બાઉન્સ બેક આપતી જોવા મળે છે. ઈન્ડેક્સ લેવલ પર હજી પણ આવું કોઈ ટ્રેડ જોવા નથી મળી રહ્યું. નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં સાઈડ વેઝ કંસોલિડેશન જોવા મળી રહ્યું છે. જ્યા સુધી બન્ને ઈન્ડેક્સમાં સાઈડ વેઝ કંસોલિડેશન જોવા મળી રહ્યું છે ત્યા સુધી બન્ને ઈન્ડેક્સમાં વેચવાલીની સલાહ બની રહી છે. ફિન નિફ્ટીમાં ખૂબ ઈન્ટરસ્ટિંગ ફેઝ પર છે.
મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની પસંદગીના 2 Buy કૉલ
Hero Motocorp: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2900-2920, સ્ટૉપલોસ- ₹2805
Obsidian Energy: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1010-1020, સ્ટૉપલોસ- ₹980
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.