રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સના સીએમડી, નરેન્દ્ર ગોલીયા અને ગ્રુપ સીઈઓ, દિનેશકુમાર મુસળેકરનું કહેવું છે કે રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સએ ટેકનોલોજી આધારિત એન્જિનિયરિંગ કંપની છે. કંપની ઈલેક્ટ્રીક્લનું ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપની ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપની એલ્યુમિનિયમ હાઇ પ્રેશર ડાઇ-કાસ્ટિંગ્સ મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપનીના કુલ 5 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. 2 ભારતમાં, 2 પોલોન્ડમાં અને 1 ચીનમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. 145 થી વધુ Diversified products છે.
નરેન્દ્ર ગોલીયાના મતે કંપની એનાલોગ પેનલ મીટરનું ઉત્પાદન અને સપ્લાઈ કરે છે. કંપની ઓછા વોલ્ટેજ ટ્રાન્સફોર્મર્સનું ઉત્પાદન અને સપ્લાય કરે છે. કંપની 100થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરે છે. કંપનીના (83 ટકા આવક) ઉચ્ચ આંતરરાષ્ટ્રીય એક્સપોઝર છે. નાણાકીય વર્ષ 2020-23માં રેવેન્યુ સીએજીઆર ગ્રોથ 12 ટકા રહ્યો છે. નાણાકીય વર્ષ 2023માં ઇલેક્ટ્રિકલ ઓટોમેશન ડિવાઈઝ સેગમેન્ટથી 8 ટકા આવક રહી છે.
નરેન્દ્ર ગોલીયાનું કહેવું છે કે મીટર, કંટ્રોલર્સ અને રેકોર્ડર્સ (લુમેલ) માટે પોલેન્ડમાં સૌથી લોકપ્રિય બ્રાન્ડ રહી છે. યુરોપમાં નોન-ફેરસ પ્રેશર કાસ્ટિંગમાં અગ્રણી અને કંપની દરરોજ 35,000 કાસ્ટિંગનું ઉત્પાદન કરે છે. કાર કોમ્પ્રેસર માટે 3 મિલિયન એલ્યુમિનિયમ કાસ્ટ હાઉસિંગનું ઉત્પાદન કરે છે. ભારતમાં ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર્સમાં નંબર 1 પર આવી ગઈ છે. ભારતમાં સ્પ્લિટ કોર ટ્રાન્સફોર્મર્સ બિઝનેસમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
દિનેશકુમાર મુસળેકરના મુજબ ભારતમાં ડિજિટલ પેનલ મીટર બિઝનેસમાં ત્રીજુ સ્થાન ધરાવે છે. પોર્ટેબલ ટેસ્ટ અને મેઝરિંગ ઈન્સ્ટ્રુમેન્ટમાં બીજુ સ્થાન ધરાવે છે. નવા ગ્રાહકો જોડવાનો લક્ષ્ય રાખે છે. હાલમા ગ્રાહકોનું અકાઉન્ટ્સ એક્સપાન્ડ કરવાની યોજના બનાવી રહી છે. એન્જિનિયરિંગ અને ડિઝાઇન ક્ષમતા વધારવાની યોજના કરી રહ્યા છે. ઈમર્જિન પ્રોડક્ટ અને સર્વિસ સેગમેન્ટના વિસ્તરણ પર વધુ ફોકસ કરી રહ્યા છે.