HAL Share Price: સરકારી એરોસ્પેસ અને ડિફેન્સ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના શેરમાં આજે સારી તેજી જોવા મળી રહી છે. તેનો શેર આજે ઇન્ટ્રા-ડેમાં બીએસઈ પર લગભગ 4 ટકા વધીને 3,659 રૂપિયાના રિકૉર્ડ ઉચાઈ પર પહોંચી ગયો. શેરોમાં સારી ખરીદીનો આ ટ્રેન્ડ કંપનીના સ્ટૉક સ્પ્લિટની યોજનાને કારણે છે. કંપનીએ ગુરુવાર 8 જૂન એક્સચેન્જ ફાઇલિંગમાં આ સંબંધિત જાણકારી આપી હતી. એક્સચેન્જ ફાઈલિંગના અનુાસર કંપનીને બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ 27 જૂને બેઠકમાં સ્ટૉક સ્પ્લિટથી સંબંધિત પ્રસ્તાવ પર વિચાર કરશે. તેના શેર હવે બીએસઈ પર 3.29 ટકાના વધારા સાથે 3643.75 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.