Hero MotoCorp Share: ઓગસ્ટમાં Bike Sales અને Exports ઘટતાં શેર 6% સુધી ગગડ્યો
Hero MotoCorpના શેરમાં 2 સપ્ટેમ્બરે લગભગ 6% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. Augustમાં કુલ Sales 2.65% વધીને 5.68 લાખથી વધુ યુનિટ રહી હતી, પરંતુ Motorcycle Sales 1.5% અને Exports 24.6% ઘટ્યા હતા. બીજી તરફ, Scooter Salesમાં 42.8%ની મજબૂત ગ્રોથ નોંધાઈ હતી. 2026માં શેર અત્યાર સુધી 11% ઘટ્યો છે, જ્યારે ત્રણ વર્ષમાં તેમાં લગભગ 78%નો વધારો થયો છે. કંપનીએ તાજેતરમાં Ather Energyમાં પોતાની હિસ્સેદારી વધારીને 32.8% કરી છે.
Hero MotoCorp Share Price: ઓગસ્ટમાં મોટરસાઇકલ વેચાણ અને એક્સપોર્ટ્સ ઘટતાં હીર મોટોકૉર્પના શેરમાં 6% સુધીનો કડાકો જોવા મળ્યો.
Hero MotoCorp Share: સ્કૂટર અને મોટરસાઇકલ બનાવતી કંપની હીરો મોટોકૉર્પના શેરમાં 2 સપ્ટેમ્બરના રોજ શરૂઆતના ટ્રેડિંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. BSE પર શેર લગભગ 6 ટકા ઘટીને ₹5,216ના લો સુધી પહોંચ્યો હતો. કંપનીએ એક દિવસ અગાઉ ઓગસ્ટ 2026ના વેચાણના આંકડા જાહેર કર્યા. મોટરસાઇકલ વેચાણ અને એક્સપોર્ટસમાં ઘટાડાને કારણે રોકાણકારોના સેંટીમેન્ટ પર અસર પડી છે અને શેરમાં વેચવાલી જોવા મળી રહી છે.
ઓગસ્ટમાં કુલ વેચાણ 2.65% વધ્યુ
હીરો મોટોકૉર્પની ઓગસ્ટ 2026માં કુલ વેચાણ વાર્ષિક ધોરણે 2.65 ટકા વધીને 5.68 લાખથી વધુ યુનિટ રહી હતી. દેશમાં કંપનીનું વેચાણ પણ ગયા વર્ષની સરખામણીએ 4.46 ટકા વધીને 5.42 લાખથી વધુ યુનિટ થયું હતું. જોકે, Motorcycle Salesમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 4.93 લાખથી વધુ યુનિટ રહી હતી. બીજી તરફ, સ્કૂટર વેચાણમાં જોરદાર ગ્રોથ જોવા મળ્યો હતો. ઓગસ્ટમાં સ્કૂટર વેચાણ 42.8 ટકા વધીને 52,204 યુનિટ રહ્યુ.
Exportsમાં 24.6%નો ઘટાડો
ઓગસ્ટ દરમિયાન હિરો મોટોકૉર્પના એક્સપોર્ટ્સમાં પણ ઘટાડો થયો હતો. કંપનીએ ગયા વર્ષની સરખામણીએ 24.6 ટકા ઓછા, એટલે કે 26,093 યુનિટ્સ વિદેશી બજારોમાં મોકલ્યા હતા. શેરમાં તાજા ઘટાડા બાદ હિરો મોટોકૉર્પનું માર્કેટ કેપ ઘટીને આશરે ₹1.04 લાખ કરોડ થઈ ગયું છે. કંપનીના શેરની ફેસ વેલ્યૂ ₹2 છે.
3 વર્ષમાં શેર 78% વધ્યો
હીરો મોટોકૉર્પનો શેર BSE 100 ઈન્ડેક્સનો હિસ્સો છે. 2026માં અત્યાર સુધી શેરની કિંમતમાં આશરે 11 ટકાનો ઘટાડો થયો છે. જોકે, છેલ્લા ત્રણ વર્ષમાં શેર લગભગ 78 ટકા વધ્યો છે. BSE પર શેરનો 52-વીક હાઈ ₹6,390 અને લો ₹4,671.55 છે. જૂન 2026ના અંત સુધી કંપનીમાં પ્રોમોટર્સની ભાગીદારી 34.73 ટકા હતી.
કંપનીની ફાઈનાન્શિયલ હેલ્થ
April-June 2026 ક્વાર્ટરમાં Hero MotoCorpનો Standalone Revenue ₹12,998.82 કરોડ રહ્યો હતો. આ સમયગાળામાં કંપનીનો Net Profit ₹1,454.48 કરોડ રહ્યો હતો. FY2026 દરમિયાન કંપનીનો Standalone Revenue ₹46,830.14 કરોડ, જ્યારે Net Profit ₹5,268.21 કરોડ રહ્યો હતો.
Ather Energyમાં ભાગીદારી વધારી
તાજેતરમાં Hero MotoCorpએ Singapore Government પાસેથી Open Marketમાં ₹1,758 કરોડના Ather Energyના શેર ખરીદ્યા હતા. આ ખરીદી બાદ Ather Energyમાં Hero MotoCorpની હિસ્સેદારી વધીને 32.8 ટકા થઈ છે. NSEના આંકડા અનુસાર, Hero MotoCorp એ Ather ના 1,18,80,000 શેર ₹1,758.24 કરોડમાં ખરીદ્યા હતા. Hero MotoCorp, Ather Energyની Promoter Companiesમાંની એક છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.