વૈભવ સંઘવીનું કહેવુ છે કે ગયા સંવતમાં FPI દ્વારા વેચવાલી આવી છે. ગયું સંવત ઘણું ઉતાર ચઢાવવાળું જોયું. આવનારા સંવતમાં ભારતનું અર્થતંત્ર ઘણું સારું રહેવાનું છે. આ સરકારે વંચિત લોકોને મદદ આપવાનું કામ કર્યું છે. લાંબા સમય સુધી ગ્રામિણ માગ નબળી રહી છે.

વૈભવ સંઘવીના મતે ચૂંટણી પહેલા ગ્રામિણ માગમાં ઉછાળો જોવા મળશે. વ્યાજદરમાં ઘટાડો ઝડપથી આવે તેવી આશા નથી. લાર્જકેપના વેલ્યુએશન અત્યારે ઘણાં વ્યાજબી છે. મિડકેપ અને સ્મોલકેપનું વેલ્યુએશન વધારે છે. 2-3 વર્ષ માટે લાર્જકેપમાં રોકાણ કરવું જોઈએ.
વૈભવ સંઘવીનું માનવું છે કે 5-10 વર્ષ માટે મિડ-સ્મોલકેપમાં રોકાણ કરવું. સ્થાનિક થીમ આધારીત સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ. ઘરની બચત હવે ઘટી રહી છે અને દેવું વધી રહ્યું છે. અમેરિકામાં ઘણી બધી અનિશ્ચિતતાઓ છે. તેની સામે ભારતનું અર્થતંત્ર ઘણું સારું કામ કરી રહ્યું છે.
વૈભવ સંઘવીના મુજબ આવતા સંવત માટે બેન્કિંગ અને ફાઈનાન્સમાં રોકાણ કરી શકાય. ઈન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં ઘટાડે ખરીદી કરવી જોઈએ. કન્ઝમ્પશનમાં વોલ્યુમ ગ્રોથમાં વધારો આવી શકે છે. ફાર્મા સેક્ટરમાં ડિફેન્સિવ સેક્ટર તરીકે રોકાણ કરી શકાય. ન્યૂ એજ બિઝનેસમા આવનારા સમયમાં ગ્રોથ જોવા મળશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.