KPIT Technologiesના શેરમાં આવ્યો 5 ટકાની જોરદાર તેજી, જાણો શું છે કારણ - KPIT Technologies stock surged by 5 percent, know what is the reason | Moneycontrol Gujarati
Get App

KPIT Technologiesના શેરમાં આવ્યો 5 ટકાની જોરદાર તેજી, જાણો શું છે કારણ

KPIT ટેક એક મલ્ટિબેગર સ્ટૉક છે જેણે તેના રોકાણકારોને સતત રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 26 ટકાનો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં રોકાણકારોએ 33 ટકાનો નફો કર્યો છે. એટલું જ નહીં, છેલ્લાં ત્રણ વર્ષમાં આ સ્ટૉકે 2355 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે.

અપડેટેડ 03:38:54 PM Apr 27, 2023 પર
Story continues below Advertisement

KPIT ટેક્નોલૉજીના શેરોમાં આજે ગુરુ 5 ટકાના જોરદાર કેજી આવી છે. જો કે, આ સમય તે સ્ટૉક NSE પર 2.82 ટકાથી વધીને 931 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે. ઈન્ટ્રા ડે માં આ શેરે 948.80 રૂપિયાના લેવલ પર પહોંચી હતી જો કે તેના 52 વીક હાઈ છે. છેલ્લા બે દિવસોમાં જ KPIT ટેકના શેરોમાં 11 ટકા સુધીની તેજી આવી ગઈ છે. ખેરખર, આઈટી કંપનીના નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરના પરિણામ જોરદાર રહ્યા છે. જ્યારે, FY24માં પદર્શનને લઇને પણ કંપની પૉઝિટીવ છે. સ્ટૉકએ આજે 31 માર્ચ 2023 પર પહોંચી 946.50 રૂપિયાએ તેના છેલ્લા હાઈને પાર કરી લીધા છે.

કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ

FY23ના ચોથા ક્વાર્ટરમાં KPIT ટેકના કૉસ્ટન્ટ કરેન્સી (CC) ગ્રોથ ક્વાર્ટરના આદાર પર 8.5 ટકાના દર થી વધી રહી છે. જ્યારે ડૉલરમાં રાજસ્વ ક્વાર્ટરના આધાર પર 12 ટકાથી વધીને 12.38 કરોડ ડૉલર થઈ ગઈ છે. રૂપિયામાં રાજસ્વ ક્વાર્ટરના આધાર પર 10.9 ટકા વધ્યો છે.


રેવેન્યૂ ગ્રોથ અને ઑપરેશનલ એફિશિએન્સીને કારણે કંપનીના Ebitda ક્વાર્ટરના આધાર પર 60bps ઈંપ્રુવ થઈને 19.1 ટકા થઈ ગયો છે. KPITએ કહ્યું છે કે સ્ટ્રેટેજિક અકાઉન્ટ, મિડલવેર અને આર્કિટેક્ચર, ઑટોનૉમસ અને ડાયગ્નેસ્ટિક્સથી ગ્રોથને વધારો મળ્યો છે. છેલ્લા ક્વાર્ટરની સરખામણીમાં કંપનીના રાજસ્વમાં મામૂલી વધારો થયો છે. આ વચ્ચે, FY24 માટે કંપનીને 27-30 ટકાની CC રેવેન્યૂ ગ્રોથ અને 19-20 ટકાના Ebitda માર્જિનનો અનુમાન છે.

કંપનીનું નિવેદન

કંપનીના મેનેજમેન્ટે કહ્યું, "અમે રેવેન્યૂ અને ઑપરેટિંગ પ્રોફિટમાં સતત 11 ક્વાર્ટરમાં સારો પ્રદર્શન કર્યો છે. ક્વાર્ટર અને પૂર્વ નાણાકીય વર્ષમાં મજબૂત પ્રદર્શન અને હાલમાં એન્ગેઝમેન્ટ અને એમારી સ્ટેટેજિક ક્લાઈન્ટ દ્વારા સૉફ્ટવેર પર પ્રતિબધ્દ્ર ખર્ચના આધાર પર અમે આગળ 3-4 વર્ષમાં મજબૂત માંગ અને ગ્રોથની આશા છે."

કેવા રહ્યા છે શેરનું પ્રદર્શન

KPIT ટેક એક મલ્ટિબેગર સ્ટૉક છે જેણે તેના રોકાણકારોને સતત રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 26 ટકાનો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં રોકાણકારોએ 33 ટકાનો નફો કર્યો છે. છેલ્લા એક વર્ષમાં તેના 58 ટકાનો નફો કરાવ્યો છે. એટલું જ નહીં, છેલ્લાં ત્રણ વર્ષમાં આ સ્ટૉકે 2355 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 27, 2023 3:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.