સેન્સેક્સ 116.92 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 19550.95 ની નીચે | Moneycontrol Gujarati
Get App

સેન્સેક્સ 116.92 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 19550.95 ની નીચે

મૂડીઝે અમેરિકામાં 10 બેન્કોના રેટિંગ ઘટવાથી ગ્લોબલ બજાર સતર્ક જોવા મળ્યો છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી અને DOW FUTURE ફ્લેટ દેખાઈ રહ્યા છે. પરંતુ ગઈ કાલે અમેરિકન બજારોમાં મૂડ બગડ્યો હતો. અને અમેરિકન બજારો અડધા ટકાથી વધુ તૂટીને બંધ થયા હતા. અમેરિકી બજાર ગઈકાલે ઘટાડાની સાથે બંધ રહ્યા હતા.

અપડેટેડ 09:43:09 AM Aug 09, 2023 પર
Story continues below Advertisement

09 ઑગસ્ટે બજારની શરૂઆત સપાટ રહી છે. સેન્સેક્સ 116.92 અંક એટલે કે 0.18 ટકાના ઘટાડાની સાથે 65,729.58 ના સ્તર પર રહ્યા હતા. જ્યારે નિફ્ટી 25.95 અંક એટલે કે 0.13 ટકાના ઘટાડાની સાથે 19550.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર ફ્લેટ થઈને ખૂલ્યા છે. નિફ્ટી 19550.95 ની નીચે છે અને સેન્સેક્સ 65,729.58 પર છે. સેન્સેક્સે 116.92 અંકો સુધી લપસ્યો છે, જ્યારે નિફ્ટીએ 25.95 અંક સુધી ઘટ્યો છે.

જો કે મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.18 ટકા સુધી ઘટીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.39 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.26 ટકા ઉછળીને કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Aug 09, 2023 9:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.