Midday Mood: રેડ ઝૉનમાં ઘરેલૂ બજાર, ખાદ્ય મોંઘવારી પર વધતી ચિંતાઓ અને ગ્લોબલ માર્કેટથી મળ્યા નબળા સંકેત
Midday Mood: આજના કારોબારી સત્રમાં સૌથી વધારે ઘટાડો આઈટી શેરોમાં થયો છે. તેની બાદ રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં પણ ઘણી નબળાઈ જોવાને મળી રહી છે. જો કે બેંકોમાં ખાસ કરીને સરકારી બેંકોમાં ખરીદારી જોવાને મળી રહી છે.
Midday Mood: બે મહિનાના હાઈથી ઘટાડાની બાવજૂદ, ડોલરની તેજી ભારતીય રૂપિયા માટે ચિંતાનો વિષય છે. ડૉલર ઇન્ડેક્સમાં હાલની તેજીને કારણે રૂપિયો તેનો વધારો જાળવી શક્યો નથી.
Midday Mood: ખાદ્ય મોંઘવારી પર વધતી ચિંતાઓ અને ગ્લોબલ માર્કેટથી મળી રહેલા નબળા સંકેતોની વચ્ચે 18 ઓગસ્ટના ઘરેલૂ ઈંડેક્સમાં સતાત ચાર સપ્તાહ ઘટાડો જોવાને મળી રહ્યો છે. બજારના જાણકારોનું કહેવુ છે કે વધતી જતી યુએસ બોન્ડ યીલ્ડ સમગ્ર વિશ્વના ચલણ બજારોમાં પાયમાલ કરી રહી છે, જેના કારણે ઇક્વિટી માર્કેટમાં પણ વેચવાલી થઈ રહી છે. આ ઉપરાંત, પ્રમાણમાં નબળી મેક્રો-ઈકોનોમિક સ્થિતિ, વધતો જતો સ્થાનિક ફુગાવો, FIIનું વેચાણ, ચીનમાં મંદી અને ફુગાવાને પહોંચી વળવા યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાના સંકેતોએ રોકાણકારોને નફો બુક કરવા માટે પ્રેરિત કર્યા છે.
નાના-મધ્યમ શેરોમાં નબળાઈ
બપોરે 1:52 વાગ્યાની આસપાસ બીએસઈના સેન્સેક્સ 272.27 અંક એટલે કે 0.42 ટકાના ઘટાડાની સાથે 64878.75 પર કારોબાર કરી રહ્યા હતા. જ્યારે એનસએઈ નિફ્ટી 74.40 અંક એટલે કે 0.38 ટકા ઘટીને 19290.90 પર દેખાય રહ્યા હતા. અત્યાર સુધી મજબૂતી દેખાય રહ્યા નાના-મધ્યમ શેરોમાં પણ આજે નબળાઈ આવી છે. નિફ્ટી સ્મૉલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ઈંડેક્સમાં 0.33 ટકા અને 0.69 ટકાના ઘટાડાની સાથે કારોબાર જોવાને મળી રહ્યા છે.
આજના કારોબારી સત્રમાં સૌથી વધારે ઘટાડો આઈટી શેરોમાં થયો છે. તેની બાદ રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં પણ ઘણી નબળાઈ જોવાને મળી રહી છે. જો કે બેંકોમાં ખાસ કરીને સરકારી બેંકોમાં ખરીદારી જોવાને મળી રહી છે. કેટલાક મીડિયા શેરોમાં પણ તેજી જોવા મળી હતી. એક્સિસ બેંક અને અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં ટોપ ગેનર્સમાં સામેલ છે. તે જ સમયે, વિપ્રો, ટેક મહિન્દ્રા અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ છે.
ટેક્નિકલ વ્યૂ
નિફ્ટી 19300-19500 ની વચ્ચે 200 અંકોના નાના દાયરામાં ફરતા દેખાય રહ્યા છે. નિફ્ટીના નીચેની તરફ 50 EMA પર સપોર્ટ મળી રહ્યો છે. જ્યારે તે 20 EMA પર સપોર્ટનો સામનો કરી રહી છે. એન્જલ વનના સમીત ચવ્હાણનું કહેવુ છે કે ટ્રેડર્સ આ સ્તરો પર નજર રાખવી જોઈએ અને બજારની ગતિવિધિઓથી પ્રભાવિત થવાને બદલે આ રેંજમાં અંદર જ ટ્રેડ કરવો જોઈએ. જ્યાં સુધી નિફ્ટી આ રેન્જના ઉપલા અથવા નીચલા સ્તરને તોડે નહીં ત્યાં સુધી તેની દિશા સ્પષ્ટ થશે નહીં. વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આવી સ્થિતિમાં વૈશ્વિક બજારમાં થવા વાળી હલચલો પર નજર રાખો.
યૂએસ ડૉલરની તેજી ભારતીય રૂપિયા માટે ચિંતાનો વિષય
બે મહિનાના હાઈથી ઘટાડાની બાવજૂદ, ડોલરની તેજી ભારતીય રૂપિયા માટે ચિંતાનો વિષય છે. ડૉલર ઇન્ડેક્સમાં હાલની તેજીને કારણે રૂપિયો તેનો વધારો જાળવી શક્યો નથી. યુએસમાં 10 વર્ષના બોન્ડની યીલ્ડ 4.25 ટકા પર પહોંચી ગઈ છે. ગુરુવારે 10 મહિનાની નવી ઊંચાઈ 4.33 ટકા પર પહોંચી ગઈ હતી. મજબૂત અમેરિકી આર્થિક આંકડાઓએ રોકાણકારોને ચિંતિત કરી દીધા છે. તેનાથી આ વાતના સંકેત મળી રહ્યા છે કે અમેરિકી વ્યાજ દર લાંબા સમય સુધી ઊંચા સ્તર પર રહી શકે છે, સાથે તેમાં વધુ વધારો થઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.