Multibagger Stocks: ફાર્મા સેક્ટરની આ દિગ્ગજ કંપની ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા (Granules India)ના શેર આજે નબળા માર્કેટ સેન્ટિમેન્ટમાં બંધ થયા છે. જો કે, લૉન્ગ ટર્મમાં તેના 75,000 રૂપિયાના રોકાણ પર કરોડપતિ બનાવી દીધો છે. હવે બ્રોકરેજ આમાં વધુ સારી તેજીની રાહ જોઈ રહ્યા છે. બ્રોકરેજ અનુસાર વર્તમાન લેવલ થી તે 25 ટકાથી પણ વધું ઉપર વધી શકે છે. તેના શેર આજે બીએસઈ પર 0.17 ટકાના ઘટાડાની સાથે 287.05 રૂપિયા (Granules india Share price) પર બંધ થઈ છે.
Granulesએ બાનાવ્યો કરોડપતિ
ગ્રેન્યૂલ્સ મોટા પાયા પર એપીઆઈ (એક્ટિવ ફાર્મા ઇનગ્રેડિએન્ટ), ઈન્ટરમીડિએટ્સ અને ફિનિશ્ડ ડોજેજ એટલે કે દવાએ બનાવે છે. તેના સાત પ્લાન્ટ છે અને તે બી2બી, બી2સી માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યૂશનમાં છે. નાણાકીય વર્ષ 2023ના રેવેન્યૂમાં પેરાસીટામોલા, આઈબ્રૂપ્રોપેન, મેનફૉર્મિન, મેથોકૉર્બામોલ અને ગુઆઈફેનેસિન એટલે કે માત્ર 5 પ્રોડક્ટની 85 ટકા હિસ્સો હતો.
હવે આગળની વાત કરે તો આ કંપની કોર એપીઆઈ પોર્ટફોલિયોને મજબૂત કરવા પર ફોકસ કરી રહી છે, પ્રોડક્ટ મિક્સમાં ફરેફાર કરી વધું જગ્યા પર તેનો વિસ્તાર કરી રહી છે. તેના કારણે ઘરેલૂં બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે તેના ખરીદારીની રેટિંગ યથાવત રાખી છે અને 360 રૂપિયાનો ટારગેટ ફિક્સ કર્યો છે.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.