દિપન મહેતાનું કહેવુ છે કે US અને વૈશ્વિક બજારમાં મોંઘવારી અને વ્યાજ દરની ચિંતા ઘટી. FIIsના પણ ભારતમાં નાણાં આવતા તેજી જોવા મળી. પરિણામ સારા રહ્યા જેના કારણે પણ તેજી આવી છે. બજાર નવા શિખર બનાવે એવું લાગી રહ્યું છે. ઓટોના વોલ્યુમ વધવાની સાથે સરેરાશ કિંમતો પણ વધી રહી છે.
દિપન મહેતાના મતે મારૂતિ અને M&M અમને પસંદ છે. અમુક સમય ઓટો સેક્ટર માટે ઘણો સારો રહેશે. 2 વ્હીલર્સને EV બાઈકથી સ્પર્ધા મળી રહી છે. EVની પહેલી અસર 2 વ્હીલર ઈન્ડસ્ટ્રીને પડશે. બેન્કમાં ઘણાં બ્રોકરેજ હાઉસ ઓવરવેઈટ છે.
દિપન મહેતાના મુજબ કેપિટલ ગુડ્ઝમાં પરિણામ ઘણાં સારા રહ્યા છે. અપોલો હોસ્પિટલના પરિણામ ઘણાં સારા આવ્યા છે. હેલ્થકેરમાં ચાર-પાંચ વર્ષની દૃષ્ટીએ રોકાણ કરવું પડશે. ITમાં મિડકેપમાં જ રોકાણ કરવું જોઈએ. LTI માઈન્ડટ્રીમાં સારી તક દેખાઈ રહી છે.
દિપન મહેતાનું કહેવુ છે કે લાર્જકેપ ITથી દૂર રહેવું જોઈએ. બેન્ક, ઓટો, કેપિટલ ગુડ્ઝમાં નજર છે. આવનારા 2-3 વર્ષ સ્મોલ અને મિડકેપમાં સારો ગ્રોથ જોવા મળશે. લાર્જ રિયલ એસ્ટેટ કંપનીમાં રોકાણ કરવું જોઈએ. FMCGમાં વેલ્યુએશન ઘણાં ઊંચા છે. બ્રિટાનિયા, વરૂણ બેવરેજીસ અને વાડીલાલ ઈન્ડસ્ટ્રી પસંદ છે.