NIFTY Bank ની એફએન્ડઓની એક્સપાયરી ગુરૂવારની જગ્યાએ હવે શુક્રવારના થશે, જાણો ક્યા કારણથી NSE એ કર્યો બદલાવનો નિર્ણય - NIFTY Banks fund expiry will now be on Friday instead of Thursday, know why NSE decided to change | Moneycontrol Gujarati
Get App

NIFTY Bank ની એફએન્ડઓની એક્સપાયરી ગુરૂવારની જગ્યાએ હવે શુક્રવારના થશે, જાણો ક્યા કારણથી NSE એ કર્યો બદલાવનો નિર્ણય

હજુ બેન્ક નિફ્ટીના એફએન્ડઓના સોદાની વીકલી એક્સપાયરી ગુરૂવારના હોય છે. હવે તે એક્સપાયરી ગુરૂવારની જગ્યાએ શુક્રવારના થશે. આ બદલાવ 7 જુલાઈ, 2023 થી લાગૂ થશે. તેના વિશે એનએસઈએ એક સર્કુલર રજુ કર્યુ છે. એનએસઈ દેશનું સૌથી મોટુ ડેરિવેટિવ સ્ટૉક એક્સચેન્જ છે.

અપડેટેડ 03:02:48 PM Jun 06, 2023 પર
Story continues below Advertisement
NSE એ સર્કુલરના દ્વારા પોતાના મેંબર્સને જણાવ્યુ છે, "આ બદલાવ ટ્રેડ ડેટ 7 જુલાઈ, 2023 શુક્રવારથી પ્રભાવી થશે.

National Stock Exchange (NSE) એ બેન્ક નિફ્ટી ફ્યૂચર્સ એન્ડ ઑપ્શંસ (F&O) ના એક્સપાયરી દિવસમાં બદલાવની જાહેરાત કરી છે. હજુ બેન્ક નિફ્ટીને એફએન્ડઓ સોદાની વીકલી એક્સપાયરી ગુરૂવારના થાય છે. હવે આ એક્સપાયરી ગુરૂવારની જગ્યાએ શુક્રવારના થશે. આ બદલાવ 7 જુલાઈ, 2023 થી લાગૂ થશે. તેના વિશે એનએસઈએ એક સર્કુલર રજુ કર્યુ છે. એનએસઈ દેશનું સૌથી મોટુ ડેરિવેટિવ સ્ટૉક એક્સચેન્જ છે. વૉલ્યૂમ મુજબ આ દેશનું સૌથી મોટુ એક્સચેન્જ પણ છે.

NSE માં ફક્ત સોમવારને છોડીને દરેક દિવસ F&O ની એક્સપાયરી થશે

NSE એ સર્કુલરના દ્વારા પોતાના મેંબર્સને જણાવ્યુ છે, "આ બદલાવ ટ્રેડ ડેટ 7 જુલાઈ, 2023 શુક્રવારથી પ્રભાવી થશે. ગુરૂવારના એક્સપાયરી થવા વાળા બધા વર્તમાન કૉન્ટ્રાક્ટ્સ 6 જુલાઈ, 2023 ના દિવસે અંતમાં એક્સપાયરી થશે. ફ્રાઈ ડે પહેલી એક્સપાયરી 14 જુલાઈ, 2023 ના થશે." આ બદલાવની બાદ હવે NSE માં ફક્ત સોમવારને છોડીને દરેક દિવસ F&O ની એક્સપાયરી થશે. તે 9 જુલાઈથી શરૂ થવા વાળા સપ્તાહથી લાગૂ થઈ જશે.


આ કારણથી એનએસઈએ કર્યો બદલાવનો નિર્ણય

Nifty Financial ની એક્સપાયરી મંગળવારના થાય છે. Nifty Midcap Select ની એક્સપાયરી બુધવારના થાય છે. Nifty 50 ની એક્સપાયરી ગુરૂવારના થાય છે અને હવે બેન્ક નિફ્ટીની એક્સપાયરી શુક્રવારના થશે. પહેલા નિફ્ટી ફાઈનાન્શિયલની એક્સપાયરી ગુરૂવારના થતી હતી. પરંતુ, ત્યાર બાદ તેને બદલીને મંગળવાર કરી દેવામાં આવી. એવુ એટલા માટે કરવામાં આવ્યુ હતુ એટલે ટ્રેડર્સને ઈંટરેસ્ટનો સ્પ્રેડ એક જ દિવસ ત્રણ કૉન્ટ્રેક્ટ્સમાં ન થાય. તેનો ફાયદો થયો અને Nifty Financial માં ટ્રેડિંગ વૉલ્યૂમ વધી ગયુ.

Morgan Stanley ને આશા છે કે Sensex ડિસેમ્બર સુધીમાં પહોંચી શકે છે 68,500 ના સ્તરે, FY25 સુધીમાં સેન્સેક્સ કંપનીઓમાં અર્નિંગમાં વાર્ષિક ઘોરણે 22% વધારો મળશે જોવા

નિફ્ટી બેન્ક અને નિફ્ટીની વચ્ચેના સંબંધમાં આવશે ઘટાડો

જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિઝના ચીફ માર્કેટિંગ સ્ટ્રેટેજિસ્ટ આનંદ જેમ્સે કહ્યુ, "એક્સપાયરી દિવસમાં બદલાવની વાત કરીએ તો આ પગલા એવા કોઈ બીજા બદલાવના મુકાબલે ખુબ મહત્વના છે. તેનું કારણ એ છે કે ડેરિવેટિવ વૉલ્યૂમમાં નિફ્ટી અને નિફ્ટી બેન્કની ભાગીદારી સૌથી વધારે હોય છે. એકવાર એક્સપાયરીના દિવસે અલગ-અલગ થવાની બાદ આશા છે કે નિફ્ટી 50 અને બેન્ક નિફ્ટીની વચ્ચેની લિંકમાં ઘટાડો આવશે."

BSE ના વીકલી ઑપ્શંસ કૉન્ટ્રેક્ટને લાગશે ઝટકો

NSE ના આ પગલાથી BSE ની હાલમાં લૉન્ચ વીકલી ઑપ્શંસ કૉન્ટ્રાક્ટને ઝટકો લાગશે. બીએસઈએ સેન્સેક્સ અને બેંકેક્સ કૉન્ટ્રેક્ટ્સમાં આ વીકલી ઑપ્શંસ લૉન્ચ કર્યા હતા. ખરેખર, બીએસઈએ એક્સપાયરી માટે શુક્રવારના પસંદ કર્યા હતા એટલે કે તે NSE ના એફએન્ડઓ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરીથી ન ભટકાય.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 06, 2023 2:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.