માઈક્રો ફાઈનાન્સમાં મોટી તેજીના સંકેત નથી લાગતા: હેમાંગ જાની | Moneycontrol Gujarati
Get App

માઈક્રો ફાઈનાન્સમાં મોટી તેજીના સંકેત નથી લાગતા: હેમાંગ જાની

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલના ઇક્વિટી સ્ટ્રેટેજીસ્ટ & સીનિયર VP, હેમાંગ જાની પાસેથી.

અપડેટેડ 02:36:44 PM Aug 11, 2023 પર
Story continues below Advertisement
હેમાંગ જાનીના મતે માઈક્રો ફાઈનાન્સ કંપનીઓમાં રોકાણ કરી શકાય છે. માઈક્રો ફાઈનાન્સમાં મોટી તેજીના સંકેત નથી લાગતા.

હેમાંગ જાનીનું કહેવુ છે કે બજારમાં મોટો ઘટાડો આવે તેવા કોઈ કારણો નથી. ઈન્ડેક્સમાં ઘટાડો છે, પણ બ્રોડર માર્કેટમાં તેજી છે. SBI અને BOBમાં અંડર પર્ફોર્મન્સ જોવા મળી શકે. ICICI બેન્ક અને HDFC બેન્કમાં તો ખરીદી કરવી જ જોઈએ. NBFCsમાં સ્ટોક આધારીત રોકાણ કરવું જોઈએ.

હેમાંગ જાનીના મતે માઈક્રો ફાઈનાન્સ કંપનીઓમાં રોકાણ કરી શકાય છે. માઈક્રો ફાઈનાન્સમાં મોટી તેજીના સંકેત નથી લાગતા. ભારતમાં લાર્જકેપ ITમાં હજુ તેજી જોવા નથી મળી. TCL, ઈન્ફોસિસ, HCL ટેકમાં લાંબાગાળે રોકાણ કરી શકાય. એમફેસિસ, કોફોર્જ, KPIT ટેકમાં ટૂંકાગાળે ટ્રેડ લઈ શકાય છે.

LIC ના શેરોમાં આવ્યો ઉછાળો, આ કારણે થઈ રહી છે જોરદાર ખરીદારી


હેમાંગ જાનીનું માનવું છે કે ડિફેન્સ સેક્ટરમાં સરકારનું ફોકસ રહેશે. ડિફેન્સ સેક્ટરમાં લાંબાગાળાની દૃષ્ટીએ રોકાણ કરવું. રેલવેમાં BEML, ટિટાગઢ જેવી કંપનીઓમાં રોકાણ કરી શકે. ટાઈટનમાં લાંબાગાળા માટે રોકાણ કરી શકાય. જુબિલન્ટ ફૂડ્ઝ, બર્ગર કિંગમાં રોકાણ કરી શકાય.

હેમાંગ જાનીના મુજબ 2 વર્ષમાં ઓટોમાં સારું પ્રદર્શન જોવા મળ્યું છે. M&M અને અશોક લેલેન્ડમાં રોકાણ કરી શકાય છે. સંવર્ધન મધરસનના પરિણામ સારા હતા અને તેમાં રોકાણ કરી શકાય. ભારત ફોર્જમાં પણ રોકાણ કરી શકાય છે. સનફાર્મા અને ડો.રેડ્ડીઝમાં તો રોકાણ કરવું જ જોઈએ.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 11, 2023 2:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.