Pharma Stocks: કોરોનાના વધતા કેસની વચ્ચે ફાર્મા શેરોમાં વધારો, Divi's Lab સહિત આ શેરોમાં 9 ટકા સુધીની તેજી - Pharma Stocks: Rise in pharma stocks amid increasing cases of Corona, up to 9 percent in these stocks including Divi's Lab | Moneycontrol Gujarati
Get App

Pharma Stocks: કોરોનાના વધતા કેસની વચ્ચે ફાર્મા શેરોમાં વધારો, Divi's Lab સહિત આ શેરોમાં 9 ટકા સુધીની તેજી

એક્સપર્ટનું માનવું છે કે તેનું મોટું કારણ કોરોનાના કેસમાં વધારો છે. કોરોનાના કેસ વધવાને કારણે દવાઓનું વેચાણ વધવાની આશા છે. આજના કારોબારમાં Divis Laboratories, સિપ્લા, સન ફાર્માસ્યુટિકલ, લ્યુપિન અને નેટકો ફાર્માના શેરમાં તેજી જોવા મળી રહી છે.

અપડેટેડ 03:18:55 PM Apr 12, 2023 પર
Story continues below Advertisement

Pharma Stock: ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરોમાં આજે બુધવાર, 12 એપ્રિલે જારદાર તેજી જોવા મળી રહી છે. એક્સપર્ટનું માનવું છે કે તેનું મોટું કારણ કોરોનાના કેસમાં વધારો છે. કોરોનાના કેસ વધવાને કારણે દવાઓનું વેચાણ વધવાની આશા છે. તેના કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓને લઇને રોકાણકારોના સેન્ટિમેન્ટ સારા થયા છે. સિસ્ટમેટિક્સ શેર એન્ડ સ્ટૉક્સ (ઈન્ડિયા)માં ઈન્સ્ટીટ્યૂશનલ રિસર્ચના વાઈઝ પ્રેસિડેન્ટ વિશાલ મનચંદાએ કહ્યું કે, "કોરોનાના કેસ વધી રહ્યા છે. તેના સંબંધિત સમાચાર સતત સામે આવી રહ્યા છે. આજે ફાર્મા શેરોમાં તેજીના એક કારણે તે થઈ શકે છે."

શું છે એક્સપર્ટની સલાહ

મનચંદાએ કહ્યું કે, "તેના સિવાય અમેરિકી બાજરમાં રિકવરીની સંભાવનાની વચ્ચે પણ ફાર્મા સેક્ટરને લઇને સેન્ટિંમેન્ટ પૉઝિટિવ થઈ છે. ચૌથા ક્વાર્ટરના પરિણામમાં તેના સંકેત જોવા મળી રહી છે." અધિકાંશ એનાલિસ્ટનું માનવું છે કે ફાર્મા ઈન્ડસ્ટ્રી માટે સૌથી ખરાબ દોર હવે સમાપ્ત થઈ ગયો છે.


રેલિગેર બ્રોકિંગના ટેક્નિકલ રિસર્ચએ અજીત મિશ્રાએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં ફાર્માસ્યુટિકલ શેરોનું પ્રદર્શન સારો નથી રહ્યો છે. તેના કારણે રોકાણકારો નિચલા સ્તર પર વધું ખરીદારી કરી શકે છે. તેના સેન્ટિમેન્ટ પૉઝિટિવ થઈ છે.

Divi's Laboratories સમેત આ શેરોમાં તેજી

આજના કારોબારમાં Divis Laboratories, સિપ્લા, સન ફાર્માસ્યુટિકલ, લ્યુપિન અને નેટકો ફાર્માના શેરમાં તેજી જોવા મળી રહી છે. સોથી વધું તેજી Divis Laboratoriesના શેરોમાં છે. આ સમયઆ સ્ટૉક 9 ટકાની તેજી સાથે 3192.75 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે.

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ પણ આજ શરૂઆતી કારોબારમાં 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. આ સયમ તે સ્ટૉક 4904 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે. આ રીતે. Lupin, Torrent Pharma, Biocon અને Ciplaમાં પણ લગભગ 1 થી 4 ટકાની તેજી જોલા મળી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 12, 2023 3:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.