Puravankaraના શેરમાં આવી 5 ટકાની તેજી, સૌથી વધુ થયું સ્ટૉકમાં વેચાણ, જાણો શું છે કારણ - Puravankara shares rose 5 percent, the highest among stocks, know what is the reason | Moneycontrol Gujarati
Get App

Puravankaraના શેરમાં આવી 5 ટકાની તેજી, સૌથી વધુ થયું સ્ટૉકમાં વેચાણ, જાણો શું છે કારણ

Puravankaraની સ્થાપના બાદથી કોઈ પણ નાણાકીય વર્ષના ચૌથી ક્વાર્ટર માટે કંપનીએ અત્યાર સુધીની સર્વાધિક 1007 કરોડ રૂપિયાના સેલ્સ વેલ્યૂ પ્રાપ્ત કરી છે. તે સેલ્સ વેલ્યૂ નાણાકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાં 831 કરોડ રૂપિયાથી 21 ટકા વધું છે. રિયલ એસ્ટેટ કારોબારથી કસ્ટમ કલેક્શન નાણાકીય વર્ષ 2022માં 1440 કરોડથી 57 ટકા વધીને 2,258 કરોડ થશે.

અપડેટેડ 12:58:40 PM Apr 12, 2023 પર
Story continues below Advertisement

પુરવંકારા (Puravankara)ના શેરોમાં આજે પાંખ લાગતા જોવા મળી રહ્યા છે. કંપનીના શેરના ભાવ 5 ટકા વધી ગયો છે. 2023એ સમાપ્ત ક્વાર્ટર અને નાણાકીય વર્ષના દરમિયાન અત્યાર સુધીના ઉચ્ચતમ વેચાણ આંકડા પ્રાપ્ત કરવાની કંપનીની જાહેરાત કર્યા બાદ આજે 12 એપ્રિલે શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. પુરવંકારાના નાણાકીય વર્ષમાં આત્યાર સુધી સૌથી મોટો આંકડો છે. કંપની દ્વારા જાહેર પ્રેસ વિજ્ઞાપ્તિના અનુસાર છેલ્લા વર્ષના 2407 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. હવે તેમાં 29 ટકાનો વધારો જોવા મળ્યો છે.

રિયલ અસ્ટેટ કારોબારથી કસ્ટમ કલેક્શન નાણાકીય વર્ષ 2022માં 1440 કરોડ રૂપિયા રહ્યા હતો. જ્યારે તેના અનુસાર નાણાકીય વર્ષ 2023માં તે 57 ટકા વધીને 2258 કરોડ રૂપિયા થઈ ગયો છે.

નાણાકીય વર્ષ 2023ના દરમિયાન એવરેજ પ્રાઈઝ રિયલાઇઝેશન 14 ટકા વધીને 7768 રૂપિયા / વર્ગ ફુટ થઈ ગઈ છે. જો કે નાણાકીય વર્ષ 2022માં 6838 રૂપિયા / વર્ગ ફુટ હતી.


તેના સાથે જ કંપનીએ સ્થાપના બાદથી કોઈ પણ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર માટે અત્યાર સુધીની સર્વાધિક 1007 કરોડ રૂપિયાના સેલ્સ વેલ્યૂ પ્રાપ્ત કરી છે. તે સેલ્સ વેલ્યૂ નાણાકીય વર્ષ 2022ની ચોથા ક્વાર્ટરમાં 831 કરોડ રૂપિયાની સરખાણીમાં 21 ટકા વધી ગઈ છે.

Puravankaraના એમડી આશીષ પુરવંકારાએ કહ્યું કે, "કંપનીએ FY23ના દરમિયાન સતત ગ્રોથનું અનુભવ કર્યો છે. તે બજારમાં હિસ્સેદારી પ્રાપ્ત કરીવાની દિશામાં અમારા સતત પ્રયાસોના સંકેત આપે છે. સેલ્સ ગ્રોથની મજબૂત ગતિ બનાવી રાખવામાં એક્જીક્યૂશન, જલ્દી ડિલીવરી અને ગ્રાહકોની સંતુષ્ટિ માટે અમારા અટૂટ પ્રતિબધ્દ્રતા અમારી પ્રાથમિકતાંમાં સોથી આગળ છે.

તેમણે કહ્યું કે, "અમે આશા કરે છે કે આવતા ક્વાર્ટરમાં 1.40 કરોડ વર્ગફુટના નવા લૉન્ચ કરવાનું કારણે અમારા સેલ્સ ગ્રોથની ગતિને જેમ ચાલુ રહેશે.

આજે સવારે 10:21 વાગ્યા, પુરવંકારા બીએસઈ પર 2.94 રૂપિયા અથવા 3.88 ટકા વધીને 78.65 રૂપિયા પર પહોંચી ગયો હતો.

કંપનીના શેરે ક્રમશ: 11 એપ્રિલ 2022એ 52 વીકના ઉચ્ચ સ્તર 118 રૂપિયા અને 28 માર્ચ 2023 52 વીકના ન્યૂનતમ સ્તર 59.35 રૂપિયા પર પહોંચ્યો હતો.

વર્તમાનમાં તે તેના 52 વીકના ઉચ્ચ સ્તરથી 33.35 ટકા નીચે અને 52 વીકના ન્યૂનતમ સ્તરથી 32.52 ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 12, 2023 12:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.