Realty Stock : સાત દિવસમાં આ રિયલ્ટી શેરમાં 75%નો ઉછાળો, જાણો કારણ | Moneycontrol Gujarati
Get App

Realty Stock : સાત દિવસમાં આ રિયલ્ટી શેરમાં 75%નો ઉછાળો, જાણો કારણ

Realty Stock: આ સ્ટૉકમાં છેલ્લા એક મહિનામાં 66 ટકાની જોરદાર તેજી આવી છે. જ્યારે, છેલ્લા 6 મહિનામાં આ શેર 48 ટકા વધ્યો છે. જો કે, લૉન્ગ ટર્મમાં તેના પ્રદર્શન સારા નથી રહ્યો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે.

અપડેટેડ 05:26:59 PM Oct 02, 2023 પર
Story continues below Advertisement

Realty Stock: રિયલ એસ્ટેટ કંપની Omaxe Ltdના શેરોમાં છેલ્લા સાત કારોબારી દિવસોમાં લગભગ 75 ટકાની જોરદાર તેજી આવી છે. ગયા શુક્રવારે આ સ્ટૉક 10 ટકાની તેજી સાથે 75.70 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. તેની સાથે કંપનીના માર્કેટ કેપ વધીને 1377.79 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સ્ટૉકનો 52-વીક હાઈ 106 રૂપિયા અને 52 વીક લો 42.39 રૂપિયા છે. દિલ્હી સ્થિત ઓમેક્સ ઉત્તર ભારતમાં લીડિંગ રિયલ અસ્ટેટ ડેવલપર્સ માંથી એક છે.

શું છે આ તેજીનું કારણ

સ્ટૉકમાં તેજી ત્યારે આવી જ્યારે રિયલ એસ્ટેટ ડેવલપરે 26 સપ્ચેમ્બરે કહ્યું કે તેના રેલ લેન્ડ ડેવલપમેન્ટ અથૉરિટી દ્વારા આયોજિત કંપીટીટિવ બિડિંગ પ્રોસેસમાં માધ્યમથી લુધિયાનામાં 5 અકડથી વધું જમીન પ્રાપ્ત કરી છે. આ જમીન 220 કરોડ રૂપિયામાં ખરીદી કરી છે. RLDAની જમીન પંજાબની લુધિયાનામાં ધુમાર મંડી ફાઉન્ટેન ચોકની પાસે છે. ઓમેક્સનું કહેવું છે કે જમીનનો ઉપયોગ રેસિડેન્શિયલ અને કમર્શિયલ બન્ને ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે.


કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ

હાજર નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં ઓમેક્સે 106.21 રૂપિયાનું કંસોલિડેટેડ નેટ લૉસ દર્જ કર્યો છે, જો છેલ્લા વર્ષના તેના ક્વાર્ટરમાં 50.20 કરોડ રૂપિયા હતો. જો કે, Q1 માં કુલ આવક 78.46 ટકાથી વધીને 220.85 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જો એક વર્ષ પહેલાના ક્વાર્ટરમાં 123.75 કરોડ રૂપિયા હતી.

કેવા રહ્યા છે શેરોનું પ્રદર્શન

આ સ્ટૉકમાં છેલ્લા એક મહિનામાં 66 ટકાની જોરદાર તેજી આવી છે. જ્યારે, 6 મહિનામાં આ શેર 48 ટરા વધ્યો છે. જો કે, લૉન્ગ ટર્મમાં તેનું પ્રદર્શન સારો નથી. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેર લગભગ 20 ટકા તૂટ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 02, 2023 5:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.