દિવસના ઉપરી સ્તર પર બજાર, સેન્સેક્સ 400 અંક વધ્યો, નિફ્ટી 17,100ની પાર - Market on day highs, Sensex gains 400 points, Nifty crosses 17,100 | Moneycontrol Gujarati
Get App

દિવસના ઉપરી સ્તર પર બજાર, સેન્સેક્સ 400 અંક વધ્યો, નિફ્ટી 17,100ની પાર

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 17000 ની ઊપર છે અને સેન્સેક્સ 57797 છે.

અપડેટેડ 03:55:54 PM Mar 21, 2023 પર
Story continues below Advertisement

03:30 PM

રૂપિયામાં નબળાઈ, 02 પૈસા ઘટીને 82.65 ના સ્તર પર બંધ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઈ સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 02 પૈસા ઘટીને 82.65 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 82.67 ના સ્તર પર બંધ થયો હતો


03:00 PM

The Phoenix Mills Share Price: મૉલ ડેવલપર અને ઑપરેટર ધ ફિનિક્સ મિલ્સ (Phoenix Mills)ના શેરમાં આજે જોરદાર ખરીદી જોવા મળી રહી છે. તેના શેર 2 ટકાથી વધુના ઉછાળા સાથે 1321.60 રૂપિયાના ભાવમાં મળી રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં તે રિકૉર્ડ હાઈ પર પહોંચી ગઈ હતી અને હાલમાં આ લેવલથી તે 18 ટકાથી વધુ નીચે છે. આ ઘરેલૂ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ખરીદારીની જોરદાર તક તરીકે જોવા મળી રહી છે. બ્રોકરેજ ફર્મના અનુસાર હાજર લેવલથી તે લગભગ 29 ટકા વધું વધી શકે છે અને રોકાણ માટે 1700 રૂપિયાના ટારગેટ ફિક્સ કર્યા છે. ફિનીક્સ મિલ્સની પાસે હવે 8 શેરોમાં 11 મૉલ્સ છે. આ ત્રણ મૉલ્સ અને તૈયાર કરી રહી છે. જેમાં એક કોલકાતામાં છે અને તેને બનાવ્યા બાદ ફિનીક્સ મૉલની હાજરી 9 શેહેરોમાં થઈ જશે. ગત મહિનામાં કંપનીએ અમદાવાદમાં તેના 11મો મૉલ ખોલ્યો હતો અને જૂન - 2-23 ક્વાર્ટરમાં પુણે અને બંગલૂરમાં મૉલ ચાલૂ થઈ જશે. હવે કંપનીની યોજના તેના મૉલમાં અથવા તેને લાગતી ઑફિસ તૈયાર કરવાની છે જેથી લેન્ડ યીલ્ડ વઘારવામાં આવી શકે છે. કંપની મુંબઈ અને આગરામાં પહેલા એક - એક હોટલ બનાવી છે અને બેન્ગુલુરૂ અને ચેન્નઈમાં તેમવા રેજિડેન્શિયલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

02:45 PM

Gold Silver Price Today 21 March 2023: આજે મંગળવારના 10 ગ્રામ સોનાના ભાવ લગભગ સપાટ રહ્યા. આજે ગોલ્ડના ભાવમાં 18 રૂપિયાની તેજી જોવામાં આવી. બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 59,400 રૂપિયાની ઊપર કારોબાર કરી રહ્યા છે. કાલે સોમવારના 10 ગ્રામ સોનાના ભાવ 59,479 રૂપિયા પર બંધ થયા હતા. આજે ચાંદીના ભાવમાં તેજી રહી. ગોલ્ડની કિંમત આજે 21 માર્ચના 59,487 રૂપિયાની રહ્યા છે. ગોલ્ડના ભાવ સાંજે 59,479 રૂપિયા પર બંધ થયા. જ્યારે, 22 કેરેટ ગોલ્ડ જેમાં વધારેતર જ્વેલરી બનાવામાં આવી છે તેમાં પણ તેજી રહી. 22 કેરેટ ગોલ્ડ 7 રૂપિયાની ઊપર વધીને 54,490 રૂપિયાની ઊપર જોવામાં આવ્યા. જો તમે પણ ગોલ્ડ જ્વેલરી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છે તો આજના રેટ જરૂર જાણી લો.

02:30 PM

આવો જોઈએ હવે આ સ્ટૉક્સ પર શું છે GEPL Capital ના વિજ્ઞાન સાવંતની ટ્રેડિંગ રણનીતિ

BPCL: વિજ્ઞાન સાવંતની સલાહ છે કે ટ્રેડરો અને રોકાણકારોને આ સ્ટૉકમાં 400 રૂપિયાના ટાર્ગેટ માટે ક્લોઝિંગ બેસિસ પર 340 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારી કરવી જોઈએ. સ્ટૉક તેજીના મોડમાં બનેલો છે.

Gujarat State Petronet: ગુજરાત સ્ટેટ પેટ્રોનેટમાં પણ તેજીના સંકેત કાયમ છે. એવામાં રોકાણકારો અને ટ્રેડરોને આ સ્ટૉકમાં બની રહેવાની સલાહ છે. સ્ટૉક માટે 300 રૂપિયાના સ્તર પર તત્કાલ રજિસ્ટેંસ અને 253 રૂપિયા પર સપોર્ટ છે.

Rallis India: રેલિસ ઈન્ડિયામાં ઓવરઑલ ટ્રેન્ડ નબળાઈના છે. સ્ટૉકે પોતાના 50 અને 200-day EMA ના મહત્વ સપોર્ટને તોડી દીધા છે. ડેલી ટાઈમ ફ્રેમ પર RSI ઈડીંકેટર પણ 50 ની નીચે લપસી ગયા છે. આ સ્ટૉકમાં કોઈ પૉઝિટિવ મોમેંટમના અભાવના સંકેત છે. એવામાં ટ્રેડરો અને રોકાણકારોની એ સલાહ છે કે આ સ્ટૉકથી નિકળી જાઓ.

02:15 PM

Sterling & Wilson Share Price: દિગ્ગજ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જીના શેરમાં આજે ખરીદારીનું જોરદાર વલણ છે. Sterling and Wilson Renewable Energyના શેરમાં આ ખરીદી 2100 રૂપિયાના સોલર પીવી પ્રોજેક્ટ સાથે સંબંધિત કામના મોટા ઓર્ડર મળવાને કારણે થઈ રહી છે. આ ઑર્ડર મળ્યા બાદ કંપનીના શેરની ખરીદી વધી અને તે 9 ટકા સુધી વધી ગઈ છે. પ્રાફીટ બુકિંગને કારણે તે થોડી સુસ્તી તો થઈ છે પરંતુ હવે પણ બીએસઈ પર 8.25 ટકાની મજબૂતી સીથે 324.10 રૂપિયા પર ટ્રેડ તઈ રહ્યો છે. સ્ટર્લિંગ એન્ડ વિલ્સનને ખવડા આરઈ પૉવર પાર્કમાં એનટીપીસી રિન્યૂએબલ એનર્જીના પ્રસ્તાવિત 1200 મેગાવૉટના સોલર પીવી પ્રોજેક્ટમાં બેલેન્સ ઑફ સિસ્ટમ (BOS)નું કામ મળે છે. આ પ્રોજેક્ટ 300 મેગાવૉટના ચાર પ્રોજેક્ટમાં છે અને બેલેન્સ ઑફ સિસ્ટમના હેઠળ ઇનવેર્ટર્સ, એનક્લોઝર્સ, ડિસકનેક્ટ, કંબાઈનર બૉક્સેઝ, ચાર્જ કંટ્રોલર્સ, ઓનિટર્સ એન્ડ મીટર્સ, વાયરિંગ અને કનેક્ટર્સ આવે છે. તેની એગ્રીમેન્ટ કેપેસિટી 1500 મેગાવૉટ (ડીસી) છે. કંપનીના ત્રણ વર્ષ માટે ઑપરેશન અને મેન્ટેનેન્સ માટે બિડ પ્રાપ્ત કરી છે. ખવડા આરઈ પૉવર પાર્ક ગુજરાતને સારી રણમાં સ્થિત છે.

02:00 PM

IMD Rainfall Alert: ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ આજે એટલે કે 21 માર્ચે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં વરસાદ/વાવાઝોડા/કરાની ગતિવિધિમાં થોડો ઘટાડો થવાની આગાહી તો કરી છે. પરંતુ આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન કચેરીએ તેની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું છે કે 22 માર્ચ સુધીમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થશે. જો કે, 23 માર્ચથી ઉત્તરપશ્ચિમ ભારતમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થવાની સંભાવના છે. IMD અનુસાર, 21થી 23 માર્ચ દરમિયાન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની સંભાવના છે. IMD મુંબઈએ પણ આગામી 3-4 કલાક દરમિયાન ભારે પવન સાથે વીજળી અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈ, થાણે, રાયગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

01:45 PM

Indian Railways: ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. ભારતીય રેલ્વે દ્વારા દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. આજે પણ ઘણા લોકો લાંબી મુસાફરી માટે ટ્રેન પસંદ કરે છે. પહેલા ટ્રેન સ્ટીમ પર ચાલતી હતી, પછી તેના માટે કોલસાનો ઉપયોગ થતો હતો. આ પછી ડીઝલથી ચાલતી ટ્રેન આવી. હવે ટ્રેન પણ વીજળીથી ચાલે છે. ડીઝલ એન્જિનને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉભા થાય છે. આ પ્રશ્નોમાં ડીઝલ એન્જિન માઇલેજ ખૂબ સામાન્ય છે. મોટાભાગના લોકોને આ પ્રશ્નનો જવાબ મેળવવામાં રસ છે કે ભારતીય રેલ્વેમાં ડીઝલ એન્જિન કેટલું માઈલેજ આપે છે? ભારતીય રેલ્વેના એન્જિનમાં ફ્યુઅલ ટેંક ફીટ કરવામાં આવી છે. તે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. એક 5000 લિટર, બીજી 5500 લિટર અને ત્રીજી 6000 લિટર છે. ડીઝલ એન્જિનમાં પ્રતિ કિલોમીટર સરેરાશ માઈલેજ વ્હીકલના લોડ પ્રમાણે હોય છે.

01:30 PM

આ વર્ષે એમએસએમઈ પોર્ટફોલિયોમાં 25 ટકા ગ્રોથ રહેવાની આશા: કેપ્રી ગ્લોબલ કેપિટલ

કેપ્રી ગ્લોબલ કેપિટલના મેનેજિંગ ડાયરેક્ટર, રાજેશ શર્માનું કહેવું છે કે તમામ સેગમેન્ટમાં રેકોર્ડ ઊંચાઈએ ડિસ્બર્સલ તરફ જોવા મળી રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર એમએસએમઈ પોર્ટફોલિયોમાં 30 ટકાનો ઉછાળો શક્ય છે. હોમ લોનમાં સરેરાશ ટિકિટ સાઈસ 12-13 લાખ રૂપિયા રહ્યો છે. હોમ લોનમાં સરેરાશ ટિકિટ સાઈસ 16-17 લાખ રૂપિયા પર પહોંચવાની શક્યતા છે. ક્વાર્ટર 3 માં એમએસએમઈ, કન્સ્ટ્રક્શન ફાઈનાન્સ ડિસ્બર્સમેન્ટ સૌથી વધુ રહ્યું છે. આ વર્ષે એમએસએમઈ પોર્ટફોલિયોમાં 25 ટકા ગ્રોથ રહેવાની આશા છે. મેનેજમેન્ટને ગોલ્ડ લોન કારોબારથી સારો ગ્રોથ રહેવાની આશા વ્યક્ત કરી છે. દરેક ગોલ્ડ લોન બ્રાન્ચ પાસે 3.5-4 કરોડ રૂપિયા એયૂએમનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અસેટ ક્વોલિટીમાં સુધારા માટે ટેક્નોલોજીમાં રોકાણ કરવાની યોજના બનાવી છે. કેપ્રી ગ્લોબલ કેપિટલમાં ગ્રોથ માટે 5 વર્ષનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.

01:00 PM

Sarkaari Yojna PPF: મોટાભાગના લોકો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરે છે જેથી રિટાયરમેન્ટ માટે મોટી રકમ ઊભી થાય. મોટાભાગના લોકો પીપીએફમાં દર મહિને પૈસા રોકે છે. રિટાયરમેન્ટ પછીના ખર્ચને પહોંચી વળવા રોકાણકારો દર મહિને પીપીએફ ફંડનો ઉપયોગ કરે છે. નિયમો અનુસાર, કોઈપણ બેન્ક અથવા નજીકની પોસ્ટ ઓફિસમાં 100 રૂપિયા જમા કરીને PPF ખાતું ખોલાવી શકાય છે. પીપીએફ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવાના રહેશે. PPF એકાઉન્ટ 3 વખત મુક્તિની શ્રેણીમાં આવે છે. આ અંતર્ગત તમને 80C હેઠળ વાર્ષિક 1.50 લાખ રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. પાછળથી મળતા વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી. PPF નો લોક-ઇન સમયગાળો 15 વર્ષનો હોય છે. તમે તેમાં 12 હપ્તામાં 1.50 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.

12:45 PM

Adani Group Stocks: રવિવારે એક રિપોર્ટ માં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપે ગુજરાતના મુન્દ્રામાં 34,900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને અટકાવી દીધો છે. જેના કારણે ગઈકાલે ગ્રુપની 10 માંથી 9 કંપનીઓના શેર તૂટ્યા હતા. જોકે, હવે ગ્રુપે આ વાતને નકારી કાઢી છે. અદાણી ગ્રૂપે સોમવારે ખુલાસો કર્યો કે તેના ગ્રીનફિલ્ડ કોલ-ટુ-પૉલીવિનાઇલ ક્લોરાઇડ પ્રોજેક્ટ માટે આગામી છ મહિનામાં પૈસા એકત્ર કરવામાં આવશે. ગ્રુપના અનુસાર નાણાકીય વર્ષના સમાપ્તિ એટલે કે માર્ચ 2023 બાદ સાઈટ પર ખરીદારી અને નિર્માણ ગતિવિધિ શરૂ થઈ જશે. ગ્રુપએ પહેલાતી નિર્ધારિત ટાઈમલાઈનમાં આ પ્રોજેક્ટને પારો કરવા પર પ્રતિબધ્દ્રતા એકત્ર કર્યા છે. આ ખણ્ડનને કારણે અદાણી ગ્રુપના શેરોમાં આજે તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રુપના શેરોની સ્થિતિ આજે જોરદાર જોવા મળી છે. તેનો એક શેર તો અપર સર્કિટ પર પહોંચી ગઈ છે એટલે કે માર્કેટમાં કોઈ સેલર નથી. અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) 5 ટકા મજબૂત થઈને બીએસઈ પર 891.15 રૂપિયાની અપર સર્કિટ પર છે. બાકી નૌ શેર પણ ગ્રીન ઝોનમાં છે. ગ્રુપના ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝેઝ (Adani Enterprises) 0.94 ટકાના વધારા સાથે 1822.05 રૂપિયા, અદાણી પોર્ટ એન્ડ સ્પેશલ ઇકોનૉમિક ઝોન (Adani Ports and Special Economic Zone) 0.13 ટકાની મજબૂતી સાથે 667.65 રૂપિયા, અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) 4.16 ટકા વધીને 888.60 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

12:30 PM

એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની ટૉપ પિક્સ જે 2-3 સપ્તાહમાં કરાવી શકે છે ડબલ ડિજિટ કમાણી

Manappuram Finance: Buy | LTP: Rs 113 | આ સ્ટૉકમાં વનિય રૂપાણીની 107 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 123-135 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદારીની સલાહ છે. વિનયનું માનવું છે કે આ સ્ટૉકમાં 2-3 સ્પતાહમાં 19 ટકાના રિટર્ન મળી શકે છે.

Indian Oil Corporation: Buy | LTP: 80.60 | આ સ્ટૉકમાં વનિય રૂપાણીની 77 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 85-89 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદારીની સલાહ છે. વિનયનું માનવું છે કે આ સ્ટૉકમાં 2-3 સ્પતાહમાં 10 ટકાના રિટર્ન મળી શકે છે.

Zensar Technologies: Buy | LTP: Rs 270 | આ સ્ટૉકમાં વનિય રૂપાણીની 255 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 302 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદારીની સલાહ છે. વિનયનું માનવું છે કે આ સ્ટૉકમાં 2-3 સ્પતાહમાં 12 ટકાના રિટર્ન મળી શકે છે.

12:15 PM

Amritpal Singh: 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પંજાબ પોલીસ તેને દેશભરમાં શોધી રહી છે. બીજી તરફ અમૃતપાલના કાકાને પંજાબથી આસામની ડિબ્રુગઢ સેન્ટર જેલમાં ખસેડવામાં આવ્યા છે. પંજાબ પોલીસનું કહેવું છે કે અમરીપાલ સિંહની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ તેને પકડવાનો સતત પ્રયાસ કરી રહી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની ધરપકડ કરી છે. અમૃતપાલના 5 સાથીઓઓ પર નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) લગાવવામાં આવ્યો છે. પંજાબમાં આજે પણ અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સર્વિસ બંધ રહેશે. પોલીસે આ અંગે આદેશ પણ જાહેર કર્યો છે. જો કે કેટલાક જિલ્લાઓમાં આજે બપોરે 12 વાગ્યા પછી મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ રિસ્ટોર કરાઈ છે. પરંતુ તરનતારન, ફિરોઝપુર, મોગા, સંગરુર, સબ ડિવિઝન અજનાલા, મોહાલી સહિત YPS ચોકમાં, એરપોર્ટ રોડના વિસ્તારમાં 23 માર્ચ સુધી મોબાઈલ ઈન્ટરનેટ બંધ રહેશે. સરકારના આદેશ અનુસાર 21 માર્ચ 2023થી 23 માર્ચ 2023 સુધી પંજાબના આ જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસઓ બંધ રહેશે.

11:55 AM

RBIમાં ડેપ્યુટી ગવર્નરની ખાલી પડેલી જગ્યા માટે નિમણૂક થવા જઈ રહી છે. ડેપ્યુટી ગવર્નર બનવાની રેસમાં ઘણી જાહેર ક્ષેત્રની બેન્કોના એક્ઝિક્યુટિવ્સ જોડાય તેવી અપેક્ષા છે. બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ નેશનલ બેન્કના બોસ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. SBIના બે મેનેજિંગ ડિરેક્ટરો પણ આ પોસ્ટ માટે અરજી કરે તેવી અપેક્ષા છે. તે બધા અનુભવી બેન્કર હોવાથી સરકારની નિમણૂક સમિતિ માટે તેમાંથી એકની પસંદગી કરવી મુશ્કેલ બની શકે છે. બેન્ક ઓફ બરોડાના એમડી અને સીઈઓ સંજીવ ચઢ્ઢા, બેન્ક ઓફ મહારાષ્ટ્રના એમડી અને સીઈઓ, પીએનબીના એમડી અને સીઈઓ એકે ગોયલ, એસબીઆઈના એમડી સીએસ શેટ્ટી અને સ્વામીનાથન જે આ પોસ્ટના દાવેદારોમાં સામેલ છે.

11:35 AM

PVR Share Price: પ્રાઈવેટ ઈક્વિટી કંપની વોરબર્ગ પિંકસ (Warburg Pincus)એ મલ્ટીપ્લેક્સ-ચેઈન કંપની પીવીઆરના શેરોને ખુલા બજારમાં વેચાણ કર્યું. તે વેચવાલી ગઈકાલે હતી અને આજે પીવીઆરના શેરોમાં તેજી જોવા મળી રહી છે. મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટમાં PVRના શેર લગભગ 2 ટકા વધીને ઇન્ટ્રા-ડે માં બીએસઈ પર 1585 રૂપિયા પર પહોંચી ગઈ છે. પ્રાઈવેટ ઇક્વિટી કંપનીએ તેની સબ્સિડિયરી બેરી ક્રીક ઇનવેસ્ટમેન્ટ (Berry Creek Investment)ના દ્વારા 1559.35 રૂપિયાના સરેરાસ ભાવ પર શેર વેચ્યા હતા. બેરી ક્રીકે 380.37 કરોડ રૂપિયાના 24,39,301 ઇક્વિટી શેરોનું વેચાણ કર્યું છે. આ પીવીઆરની 2.49 ટકા હિસ્સાને યથાવત છે. પીવીએરના શેરોનું ભારી વેચાણ છતાં આ શેર તેના માટે વધી રહ્યા છે કારણ કે એક તો આજથી મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટથી સપોર્ટ મળ્યો છે અને બીજી બેરી ક્રીકથી શેરોની ખરીદારી મ્યુચ્યુઅલ ફંડોએ પણ કરી છે. એક્સચેન્જ પર હાજર બ્લૉક ડીલ્સના અનુસાર બેરી ક્રીકએ જો સેર વેચ્યા છે, તેમાંથી 12,82,600 ઇક્વિટી શેર આઈસીઆઈસીઆઈ પ્રૂ મ્યુચ્યુઅલ ફંડે ખરીદ્યા છે. તેના સિવાય એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે 14,69,650 ઇક્વિટી શેર અને ફ્રાન્સની ફાઈનાન્શિયલ સર્વિસ કંપની Societe Generale - ODIએ 3,28,351 શેર ખરીદ્યા છે.

11:15 AM

Airtel Family Plan: ભારતી એરટેલ ઘણા ફેમિલી પ્લાન લઈને આવી છે. એરટેલના ફેમિલી પ્લાનમાં 105થી 320GB સુધીનો ડેટા મળી રહ્યો છે. એરટેલે આ પ્લાન તેના પોસ્ટપેડ કસ્ટમર્સનો આધાર વધારવા માટે કર્યો છે. કંપનીનો ટાર્ગેટ પ્રીપેડ કસ્ટમર્સને પોસ્ટપેડ પર સ્વિચ કરવાનો છે. કંપનીની વેબસાઈટ પર નવા ફેમિલી પ્લાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેબસાઇટ પર રૂપિયા 599થી 1,499 સુધીના મંથલિ પ્લાન વિશે માહિતી આપવામાં આવી છે. જ્યારે, બ્લેક ફેમિલી પ્લાન કે જે DTH અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ સર્વિસ સાથે આવે છે તેની કિંમત રૂપિયા 799થી રૂપિયા 2,299ની રેન્જમાં છે. કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રીપેડ કસ્ટમર્સએ નવા પ્લાન દ્વારા પોસ્ટપેડ પર સ્વિચ કરવું પડશે. આ પ્લાન્સ દ્વારા, પરિવારના સભ્યો પ્લાનમાં ઉમેરવામાં આવેલી ડેટા લિમિટ, કૉલ્સ, SMS વગેરેનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે. ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં કુલ 332 મિલિયન મોબાઇલ કસ્ટમર્સમાંથી, 5.4 ટકા પોસ્ટપેડ યુઝર્સ કંપનીના નેટવર્ક પર છે.

11:00 AM

EPFO NEWS: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ એક ડેટા જાહેર કર્યો છે જે મુજબ ફોર્મલ સેક્ટરમાં નોકરીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. EPFO દ્વારા જાહેર કરાયેલા આ આંકડા અનુસાર, જાન્યુઆરી મહિનામાં ફોર્મલ સેક્ટરમાં નોકરીઓ ઘટી છે અને તે 20 મહિનાનું સૌથી નીચું લેવલ પણ છે, જે જોબ માર્કેટમાં દબાણ દર્શાવે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના પેરોલ ડેટામાં આ વાત સામે આવી છે

10:45 AM

IPO News: આઈપીઓ રોકાણકારો માટે આજે બે કંપનીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક છે. તેમાંથી એક કંપની જ્વેલરી સેગમેન્ટમાં Dev Labtech Venture છે અને બીજી પૉલીમર્સ પ્રોડક્ટ બનાવા વાળી Command Polymers છે. આ બન્ને કંપનીઓના શેરોને લઇને રિટેલ રોકાણકારોને મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે પરંતુ 17 માર્ચે ખુલ્યા આ બન્ને ઈશ્યૂ અત્યાર સુધી ઓવરસબસ્ક્રાઈબ થઈ ગયા છે. ગ્રે માર્કેટમાં વાત કરે તો તે પણ મિશ્ર વલણ જોવા મળી રહ્યો છે. કમાન્ડ પૉલીમર્સ શેર 4 રૂપિયાની જીએમપી પર ટ્રેડ થઈ રહી છે. જો કે માર્કેટ એક્સપર્ટના અનુસાર ગ્રે માર્કેટથી મળ્યા સંકેતો છતાં કંપનીના ફંડામેન્ટલ્સ અને ફાઈનાન્શિયલ્સના આધાર પર રોકાણનું નિર્ણય લેવી જોઈએ. તેમાંથી કોઈ કંપનીએ આઈપીઓમાં પૈસા લગાવા પહેલા ઈશ્યૂથી સંબંધિત પૂરી ડિટેલ્સ ચેક કરી લો.

10:35 AM

પાવર સેક્ટર પર જેફરિઝ

જેફરિઝે પાવર સેક્ટર પર કહ્યુ કે NTPCના મોંઘા ગેસ પ્લાન્ટને ઉપયોગમાં લેવા મંજૂરી મળી છે.NTPC & JSW એનર્જી માટે ખરીદદારીની સલાહ આપી છે. જેફરીઝે IEX માટે અંડરપરફોર્મ રેટિંગ રાખ્યું છે. તે NTPC & JSW એનર્જી અને IEX ટોપ પીક છે.

10:30 AM

બેન્ક પર જેફરિઝ

જેફરિઝે બેન્ક પર કહ્યુ કે ભારતીય ફાઇનાન્શિયલ પર ખરાબ ગ્બોલબ સંકેતોની અસર જોવા મળી છે. આગળ તેમણે કહ્યુ કે ઉચ્ચ રિટેલ ડિપોઝિટ, લિમિટેડ ALM ગેપ અને MTM સાથે બેન્કની સ્થિતિ મજબૂત છે. ઇક્વિટીઝ અને ગ્લોબલ બોન્ડ્સનું દબાણ વધ્યુ ત્યારે સ્થાનિક બોન્ડ માર્કેટ સ્થિર રહ્યા છે.

10:25 AM

IT પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ IT પર કહ્યુ કે તેમને LTI માઈન્ડટ્રી, ઈન્ફોસિ અને HCL ટેક માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. જ્યારે વિપ્રો, L&T ટેક અને ટાટા એલેક્સી માટે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે.

10:20 AM

ટેલિકોમ પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ ટેલિકોમ પર કહ્યુ કે 5G રોલઆઉટ અને શેર ગેન્સને વેગ આપવા માટે કંપની પાસેથી અપેક્ષા છે. જ્યારે નવી કેપેક્સ સાયકલ માટે મજબૂત બેલેન્સશીટની અપેક્ષા છે. મૉર્ગન સ્ટેનલીએ ભારતી એરટેલ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે.

10:15 AM

Real-estate News: DLFનો નવો પ્રોજેક્ટ ધ આર્બર બોલિવૂડ ફિલ્મ પઠાણની જેમ હિટ સાબિત થયો છે. આ લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ ગુરુગ્રામમાં છે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 1,137 ફ્લેટ વેચાયા છે. એક ફ્લેટની કિંમત 7 કરોડ રૂપિયા કે તેથી વધુ છે. લોન્ચ થયાના ત્રણ દિવસમાં કંપનીને આ પ્રોજેક્ટના વેચાણમાંથી રૂપિયા 8,000 કરોડથી વધુની રકમ મળી છે. 95% ખરીદદારો NRIs, CXOs, સાહસિકો, વકીલો, ડૉક્ટરો જેવા લોકો છે. DLFના ટોપના અધિકારીઓએ મનીકંટ્રોલને આ માહિતી આપી હતી. કંપનીના ગ્રૂપ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બિઝનેસ ઑફિસર આકાશ ઓહરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ઘર ખરીદવા માટે ઘણા ખરીદદારોએ તેમની બેન્ક એફડી તોડી અને મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડી લીધા છે.

10:00 AM

J Kumar Infraprojects 182.33 કરોડ રૂપિયાનું કૉન્ટ્રેક્ટ મળ્યો

J Kumar-AICPLના JVને બંગલુરૂ મેટ્રો રેલ કૉરપોરેશનથી એરપોર્ટ મેટ્રો ડિપોના બીજા તબક્કા માટે 182.33 કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ મળ્યો છે. તેમાં J kumar Infraની હિસ્સો 55 ટકા એટલે કે લગભગ 100.28 કરોડ રૂપિયા રહેશે.

09:47 AM

Share Market News: જીડીપી 7 ટકાના દરથી વધશે, ઘટશે મોંઘવારી: ફિનમિન રિપોર્ટ

નાણાકીય મંત્રાલયએ સોમવારે કહ્યું કે વૈશ્વિક સ્તર પર વિપરીત પરિસ્થિતિયોને છતાં નાણાકીય વર્ષ 2023માં ભારતીય અર્થવ્યવસ્થાના 7 ટકાના દરથી વધવાની આશા છે, જ્યારે રિટેલ મોંઘવારી થોક મોંઘવારીના અનુરૂપ રહેશે જો જાન્યુઆરીમાં 25 મહિનામાં સ્તર પર આવી ગઈ હતી.

09:35 AM

ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીના સ્ટૉક્સ

Latent View: ખરીદો, લક્ષ્યાંક - ₹360-378, સ્ટૉપલૉસ - ₹333

SJVN: ખરીદો, લક્ષ્યાંક - ₹66.50, સ્ટૉપલૉસ - ₹62.50

09:26 AM

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 17000 ની ઊપર છે અને સેન્સેક્સ 57797 છે. સેન્સેક્સે 168 અંકો સુધી મજબૂત છે, જ્યારે નિફ્ટીએ 46 અંક સુધી વધ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.33 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.25 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.59 ટકા ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 168.74 અંક એટલે કે 0.29% ના વધારાની સાથે 57797.69 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 46 અંક એટલે કે 0.27% ટકા વધીને 17034.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.04-0.91% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.31 ટકા વધારાની સાથે 39,485.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજી, આઈટી, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ, ટાઈટન, ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઈઝ, એચડીએફસી લાઈફ, હિંડાલ્કો અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.93-2.01 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, આઈટીસી, પાવર ગ્રિડ, ટીસીએસ, વિપ્રો અને ઈન્ફોસિસ 0.13-1.42 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, આઈજીએલ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, સીજી કંઝ્યુમર અને ડિલહેવરી 1.44-4.52 ટકા સુધી વધારો છે. જ્યારે ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, એમફેસિસ, પરસિસ્ટન્ટ, હિંદુસ્તાન એરોન અને સન ટીવી નેટવર્ક 0.91-1.44 ટકા ઘટાડો છે.

સ્મૉલકેપ શેરોમાં અશિયન એનર્જી, યુટીઆઈ એએમસી, સ્કિવેન્ટ સાઈન્ટી, આરતી સર્ફેકેશન અને સ્ટરલિંગ વિલસન 4.73-7.75 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કેપરી ગ્લોબલ, ઓરિએન્ટ બેલ, એમએમએસએલ, નેટવર્ક 18 અને ટીટીકે પ્રેસટીજ 2.47-5.44 ટકા સુધી તૂટ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 21, 2023 9:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.